Dudhi Ladoo Recipe: દૂધીના લાડુ બનાવવાની રીત


By Vanraj Dabhi10, Aug 2024 10:39 AMgujaratijagran.com

દૂધીના લાડુ

લાડુ તો તમે ખાધા જ હશે પરંતુ તમે ક્યારેય દૂધીના લાડુ નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

દૂધી, ઘી, દૂધ, ગ્રીન ફ્રૂટ કલર, ખાંડ, મિલ્ક પાઉડર, નારિયેળનું છીણ, એલચી પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ દૂધીને ખમણીની મદદથી છીણીને એક સુતરાઉ કાપડમાં નાખી દૂધીનું પાણી નીતારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમમાં દૂધીનું છીણ ઉમેરીને સાંતળી પછી તેમાં થોડુ દૂધ ઉમેરીને પકાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં ગ્રીન ફ્રૂટ કલર, ખાંડ, મિલ્ક પાઉડર ઉમેરો.

સ્ટેપ-4

હવે તેમાં નારિયેળનું છીણ, એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના લાડુ તમે નારિયેળના કોપરા વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Phulka Roti Recipe: વ્રત માટે ફરાળી ફુલકા રોટલી બનાવવાની રીત