આ સ્ટોરીમા આપણે જાણીશું કેવી રીતે તમે ઘરે જ ડીટોક્સ વોટર બનાવી શકો છો. આ બનાવવા માટે તમારે વધારે સામગ્રીની જરુર નથી. તો ચાલો જાણીએ આ બનાવાની રીત.
કરી લીફ ડીટોક્સ વોટર બનાવવા માટે, તમારે 6-7 તાજા કરી પત્તા, એક લીંબુ, એક ચમચી જીરું, એક ચમચી મધ અને 4-6 કપ પાણીની જરૂર પડશે.
સૌપ્રથમ 6-7 તાજા મીઠા લીમડાના પાન લઈ લો. તેમા રહેલી ધુળ-માટીને કાઢવા તેમને ઠંડા પાણીથી ધોઈ લો.
હવે, એક ચમચી જીરું લો અને તેને મોર્ટાર અને પેસ્ટલની મદદથી ક્રશ કરી લો.
એક મોટા કપમા, મીઠા લીમડાના પાન , જીરુંનો ભૂકો અને લીંબુના ટુકડાને મધ સાથે મિક્સ કરો.
કપમા 4-6 કપ પાણી ભરો. જેટલો સ્ટ્રોન્ગ અથવા હળવુ ડ્રિન્ક બનાવવું હોય તે રીતે પાણી રેડો.
હવે બનાવેલા મીક્સરને 1-2 કલાક સુધી રહેવા દો અથવા તમે તેને આખી રાત ફ્રીજમા પણ મુકી શકો છો.
જો તમને તમારું ડ્રીન્ક સ્મૂધ ગમતું હોય, તો સર્વ કરતા પહેલાં પાંદડા અને બીજને ગાળી લો. નહિંતર, તેમને તેમજ રહેવા દો