ઈન્સ્ટન્ટ રવા ઢોસા બનાવવાની રેસીપી


By Vanraj Dabhi25, Jan 2024 12:48 PMgujaratijagran.com

રવા ઢોસા

પરંપરાગત ઢોસાનો સરળ વિકલ્પ! આ ક્રિસ્પી રવા ઢોસા રવો અને છાશમાંથી બનાવેલા બેટર વડે બનાવવામાં આવે છે.

સામગ્રી

રવો, ઘઉંનો લોટ,દહીં,લીલું મરચું,જીરું,નાળિયેરનું કાપેલું,કાજુ,સ્વાદ માટે મીઠું,તેલ,તળેલી કોકોનટ ચટણી.

સ્ટેપ- 1

એક બાઉલમાં રવો,લોટ,દહીં અને પાણી નખીને મિક્સ કરીને સ્મૂધ બેટર બનાવી લો અને તેને ઢાંકીને ગરમ જગ્યાએ આથો આવવા માટે રાખો.

સ્ટેપ- 2

હવે તેમાં લીલાં મરચાં,જીરું,નારિયેળ,કાજુ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ થોડું વધારે પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી પાતળું બેટર બનાવો.

સ્ટેપ- 3

હવે એક નોન-સ્ટીક પેનને ગરમ કરો અને તેને તેલથી થોડું ગ્રીસ કરીને તેની ઉપર બેટર રેડો અને તેને બધી દિશામાં ફેરવીને પાતળા ગોળ આકારમાં ફેલાવો.

સ્ટેપ- 4

હવે કિનારીઓ પર થોડું તેલ લગાવીને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પકાવો અને અર્ધચંદ્રાકાર આકારમાં ફોલ્ડ કરો.

સર્વ કરો

નાળિયેરની ચટણી અને સાંભાર સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાલ મખની રેસીપી : પંજાબી સ્ટાઈમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ દાલ મખની