એકદમ નવી રેસીપી : પનીરના શાકને ભુલી જાવ એવા ટેસ્ટી શાકની રીત


By Vanraj Dabhi27, Feb 2024 10:11 AMgujaratijagran.com

મકાઈનું શાક

આ એકદમ નવી રેસીપી છે આ શાક તમે ઘરે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને ખવડાવશો તો મહેમાંનો પણ આંગળા ચાટી જશે.

સામગ્રી

મકાઈના દાણા,બટર અથવા તેલ, જીરું,લસણ,હળદર,મરચું પાવડર,ડુંગળી,મીઠું,ટમેટાની પ્યુરી,લીલા મરચાની કટકી,આદુની પેસ્ટ,કાજુ,મગસ્તરીના બીજ,મલાઈ,દૂધ,પાણી,ગરમ મસાલો,કસૂરી મેથી,પનીરનો ભુકો,કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં તેલ કે બટર ગરમ કરી તેમાં મકાઈના દાણા બાફીને રોસ્ટ કરી લો.

સ્ટેપ- 2

હવે એ જ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,લસણ,હળદર,મરચું પાવડર,ડુંગળી,મીઠું નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે તેમાં ટમેટાની પ્યુરી,લીલા મરચાની કટકી,આદુની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક મિક્સર જારમાં કાજુ,મગસ્તરીના બીજ,મલાઈ,દૂધ નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-5

હવે તેને ગ્રેવી તૈયાર કરેલ પેનમાં નાખી જરૂર મુજબ પાણી અને બાફેલા મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

હવે થોડી વાર પકાવીને ઉપર ગરમ મસાલો,કસૂરી મેથી,પનીરનો ભુકો,કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા ટામેટાં ખાવાના ફાયદા