Homemade Air Freshener: કેમિકલ વિના આ રીતે બનાવો ખુશ્બુદાર હોમ ફ્રેશનર


By Sanket M Parekh23, Jan 2025 04:19 PMgujaratijagran.com

હાનિકારક કેમિકલ

જો તમે મોંઘા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોવ, તો તમારે જાણવું જરૂરી છે કે તેમાં રહેલા કેમિકલ્સ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે ચિંતા છોડો, આજે અમે આપને ઘરે જ કુદરતી રૂમ ફ્રેશનર બનાવવાની રીત વિશે જણાવીશું. જે તમારા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોવાની સાથે-સાથે નજીવા ખર્ચે ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે.

કેમિકલ વિના આ રીતે બનાવો રૂમ ફ્રેશનર

ઘર પર બનેલ રૂમ ફ્રેશનર તમને મોંઘુ પણ નહીં પડે અને તેનાથી તમારા ઘરમાં આખો દિવસ તાજગીભરી ખુશ્બુ મહેકતી રહેશે. તો ચાલો કેમિકલ વિના રૂમ ફ્રેશનર બનાવવાની સરળ રીતે વિશે જાણીએ...

કૉફી રૂમ ફ્રેશનર

કૉફીનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી કુદરતી રૂમ ફ્રેશનર બનાવી શકો છો. જે ઘરમાં આવતી વિચિત્ર દુર્ગંધને દૂર કરવાનું કામ કરે છે. આ માટે કૉફી બીન્સ અથવા ગ્રાઉન્ડ કૉફીને એક નાના બાઉલમાં લઈને તેને રૂમના ખુણામાં રાખી દો. જો તમે ઈચ્છો તો, તેને એક પાઉચમાં નાંખીને પણ રૂમમાં ઉપર લટકાવી શકો છો.

ખાટા ફળોથી બનાવો રૂમ ફ્રેશનર

ખાટા ફળોથી બનાવેલો રૂમ ફ્રેશનર પણ એક શાનદાર તાજગી ભર્યો વિકલ્પ છે. જેને બનાવવા માટે વાઈલ્ડ ઑરેન્જ, નારંગી અને લાઈમ એસેન્શિયલ ઑઈલનો ઉપયોગ કરી શકો છો. આ એસેન્સિયલ ઑઈલને પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે જ્યારે જરૂર જણાય ત્યારે આ સ્પ્રેનો રૂમમાં છંટકાવ કરો. જેનાથી ઘરમાં તાજગીનો અહેસાસ થવા સાથે જ કુદરતી સુગંધથી આખો રૂમ મહેંકી ઉઠશે.

પૉટપુરી રૂમ ફ્રેશનર

પોટપુરી એક પ્રાકૃતિક અને લાંબા સમય સુધી ટકી રહે તેવો વિકલ્પ છે. જે ઘરમાં ખુશ્બુ ફેલાવે છે. જેને તૈયાર કરવા માટે સૂકાયેલા ફૂલ, જડીબુટ્ટીઓ, મસાલા અને એસેન્સિયલ ઑઈલના થોડા ટીંપાની જરૂર પડશે. આ તમામ સામગ્રીને સારી રીતે સૂકવીને એક બાઉલમાં અથવા જારમાં રાખો. જેને તમે રૂમની સજાવટ માટે પણ રાખી શકો છો. જે તમારા ઘરમાં દિવસભર સારી સુગંધ આપવા સાથે સારૂં પણ લાગશે.

એર ફ્રેશનર જેલ

માર્કેટમાં મળતી એરફ્રેશનર જેલમાં અનેક પ્રકારના કેમિકલ્સ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડશે. જો કે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમે જાસ્મિન, તુલસી અને સંતરાના એસેન્સિયલ ઑઈલનો ઉપયોગ કરો. એક બાઉલમાં પાણી અને થોડું જિલેટીન મિક્સ કરીને તેમાં એસેન્સિયલ ઑઈલના થોડા ટીંપા નાંખો. આ મિશ્રણ વ્યવસ્થિત મિક્સ થઈ જાય તે પછી તેને ઘરના એક ખુણામાં રાખી દો. આ જેલ તમારા ઘરને તાજગીથી ભરી દેશે.

બેકિંગ સોડા અને તજ

બેકિંગ સોડા અને તજનો ઉપયોગ કરીને તમે સરળતાથી એક અસરકારક કુદરતી રૂમ ફ્રેશનર તૈયાર કરી શકો છો. જે માત્ર દુર્ગંધ દૂર કરવા સાથે સુગંધિત ખુશ્બૂ ફેલાવે છે. જેને બનાવવા માટે 1-2 ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી તજનો પાવડર લઈને તેને સારી રીતે મિક્સ કરીને એક બાઉલમાં ઘરના કોઈ ખુણામાં રાખી શકો છો.

Room freshener: કેમિકલ વિના આ રીતે ઘરે બનાવો રૂમ ફ્રેશનર