આલુ પુરી રેસીપી : ગુજરાતી પુરી બટેટાનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi07, Dec 2023 11:59 AMgujaratijagran.com

પુરી અને બટાકાનું શાક ઘરે કેવી રીતે બનાવવું

ભંડારાનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આમાં તૈયાર કરેલી બટેટાનું શાખ અને પુરી ખાવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે. આમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ થતો નથી તેમ છથા પણ તેનો સ્વાદ અદ્ભુત છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. આવો જાણીએ.

સામગ્રી

તેલ - 3 ચમચી, ટામેટા - 1 કપ સમારેલા, આદુ - 1 ઈંચ સમારેલું, લીલા મરચા - 2/3, જીરું - 1 ચમચી, ધાણા પાવડર - 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું - 2 ચમચી, ગરમ મસાલા પાવડર - 1/2 ચમચી, બાફેલા બટાકા - 400 ગ્રામ, મીઠું - સ્વાદ મુજબ, કોથમીર - 2 ચમચી બારીક સમારેલી, આમ ચૂરણ પાવડર- 1 ચમચી, લોટ - 1 કપ.

સ્ટેપ- 1

બટાકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ટામેટા, લીલા મરચા અને આદુની પેસ્ટ બનાવો અને પછી એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, કસૂરી મેથી નાખીને તળી લો.

સ્ટેપ- 2

આ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું, ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જ્યારે મસાલો તળાઈ જાય ત્યારે તેમાં બાફેલા બટેટા ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

બટાકાને થોડું મેશ કરો. તેનાથી શાક ઘટ્ટ થશે. જેના કારણે મસાલા શાકભાજી સાથે સારી રીતે ભળી જશે. હવે જરૂર મુજબ પાણી ઉમેરો.

સ્ટેપ- 4

જ્યારે શાક ઉકળવા લાગે ત્યારે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો. થોડીવાર રાંધ્યા પછી શાક તૈયાર થઈ જશે.

પુરી કેવી રીતે બનાવવી

પુરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું અને ઘી નાખીને પાણીથી તૈયાર કરો. થોડી વાર રાખ્યા બાદ તેની પુરી સારી થઈ જશે.

ભંડારા જેવી પુરીઓ બનાવો

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં થોડી જાડી પુરીઓ બનાવીને તેલમાં નાખીને તળી લો. આ રીતે ભંડારા જેવી પુરીઓ તૈયાર થશે.

વાંચતા રહો

તમે આ રીતે ઘરે જ ભંડારા અને પુરી જેવી સ્વાદિષ્ટ બટાકાની કરી બનાવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Recipe : ઓરીજનલ સુરતી લોચો બનાવવાની સાચી રીત જાણી લો