ઘણા લોકો હેર કેર માટે વાળને ધોતી વખતે શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે, આજે અમે તમને હોમ મેઈડ શેમ્પૂ બનવવાની રીત જણાવીશું.
સૂકા કે તાજા આમળા, અરીઠા, શિકાકાઈ અર્ક, પાણી.
સૌ પ્રથમ બધી સામગ્રીને 500 ML પાણીમાં આખી રાત પલાળીને રાખી મૂકો.
બીજા દિવસે આ મિશ્રણને ધીમા તાપે 20 મિનિટ સુધી ગરમ કરીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લો.
હવે તેને ઠંડુ થવા દો પછી હાથ વળે મસળીને પછી એક વાસણમાં ગરણી વડે ચાળી લો.
હવે જે પ્રવાહી નીકળશે તે તમારું કુદરતી હર્બલ શેમ્પૂ હશે.
આ શેમ્પૂને તમારા વાળમાં લગાવો અને 10 મિનિટ સુધી માલીસ કરીને પછી ધોઈ લો.
તમે આ શેમ્પૂને 7 થી 10 દિવસ સુધી ફ્રિજમા સ્ટોર કરી શકો છો, અને લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય તો આ મિશ્રણમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો.
આ શેમ્પૂથી વાળ ધોવાથી તમારા વાળમાં કુદરતી ચમક અને મજબૂત બનશે અને ખોડો અને વાળને ખરતા અટકાવશે.
આ શેમ્પૂમાં કોઈ કેમિકલ ઉમેરવામાં ન આવ્યુ હોવાથી કોઈ આડઅસર નથી થતી, 100 ટકા તમારા વાળને મજબૂત અને જાડા બનાવશે.