ક્યાંક પિતૃઓ તમારાથી નારાજ તો નથી ને, આ સંકેત મળે તો ઈગ્નોર ના કરશો


By Sanket Parekh2023-04-23, 15:55 ISTgujaratijagran.com

સંતાન સમસ્યા

જો તમારા બાળક તમારી વાત નથી સાંભળતા અથવા તમારી વિરુદ્ધ થઈ ગયા છે. તો સમજવું તમારા પિતૃઓ તમારાથી નારાજ છે. આવા લક્ષણો ત્યારે જ દેખા દે છે.

લગ્ન સાથે સંકળાયેલી સમસ્યા

જો તમારા લગ્નમાં અડચણ આવી રહી હોય અથવા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, તો તેનું કારણ પણ પિતૃદોષ હોઈ શકે છે.

કામમાં અવરોધ ઉભો થવો

કોઈ પણ કામમાં અવરોધ ઉભો થાય અથવા તો મહેનત કરવા છતાં ધાર્યું ફળ ના મળે, તો સમજી જવું કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે.

ઘરમાં કંકાશ

પિતૃ દોષ એટલે કે પિતૃઓ નારાજ હશે, તો ઘરમાં વારંવાર ઝઘડા થતા રહે છે. આ સાથે ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે અને સમસ્યાઓ સર્જાય છે.

કરિયર સમસ્યા

જો નોકરી અથવા બિઝનેસમાં તમારી કોઈ પ્રગતિ નથી થઈ રહી, તો સમજી લો પિતૃઓ તમારાથી નારાજ છે. આ પણ પિતૃદોષનું કારણ હોય છે.

ઘરમાં બીમારી

જો તમારા ઘરમાં દરરોજ કોઈનું કોઈ બીમાર રહેતું હોય, તો તેનો અર્થ પણ પિતૃ દોષ એટલે કે પિતૃઓની નારાજગી હોઈ શકે છે.

સંતાન સુખથી વંચિત

પિતૃ દોષ એટલે કે પિતૃઓની નારાજગીના કારણે સંતાન સુખ નથી મળતુ અને વંશવેલો આગળ નથી વધતો. જેનાથી પરિવારમાં કોઈને બાળક નથી થતાં.

તારીખ 24 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 24 2023