ઘરને હંમેશા સુઘડ અને સ્વચ્છ રાખવાની ટિપ્સ એન્ટ ટ્રીક્સ જાણી લ્યો


By Vanraj Dabhi12, Jul 2025 11:42 AMgujaratijagran.com

સુઘડ અને સ્વચ્છ ઘર

ઘરને હંમેશા સ્વચ્છ રાખવા માટે તમારે વ્યવસ્થિત રહેવું પડશે અને કેટલીક આદતો અપનાવવી પડશે. તો ચાલો જાણીએ કે ઘરને હંમેશા સુઘડ અને સ્વચ્છ કેવી રીતે રાખી શકાય?

કેવી રીતે સ્વચ્છ રાખવું?

ઘરને સ્વચ્છ રાખવા માટે રોજ પથારીને યોગ્ય રીતે વાળીને સપાટીઓ સાફ કરવી યોગ્ય માનવામાં આવે છે.

બાથરૂમ સાફ કરો

ઘરને હંમેશા સ્વચ્છ રાખવા માટે આખા ઘરની સફાઈની સાથે તમારે બાથરૂમને પણ સાફ કરવું જોઈએ.

રોજ કચરો ખાલી કરો

ઘરને સ્વચ્છ રાખવા માટે કચરો ખાલી કરો અને તેને દરરોજ સાફ કરો. આનાથી તમને દુર્ગંધ આવવાની શક્યતા ઓછી રહેશે.

બધી વસ્તુ માટે એક સ્થાન ફાળવો

એ પણ ધ્યાનમાં રાખો કે, તમારે હંમેશા દરેક વસ્તુ માટે એક જગ્યા નક્કી કરવી જોઈએ અને તેને સ્વચ્છ રાખવી જોઈએ.

ફ્રિજને સાપ્તાહિક સાફ કરો

રસોડાને સ્વચ્છ રાખવા અને ફ્રિજમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ ન આવે તે માટે તમારે ફ્રિજને સાપ્તાહિક ધોરણે સાફ કરવું જોઈએ.

ઘરમાં કપડાંનો ઢગલો ન કરો

તમારે દર વખતે તમારા કપડાં ધોવા જોઈએ. આનાથી ઘરમાં કપડાંના ઢગલા થતા અટકશે અને ઘર સ્વચ્છ રહેશે.

ફ્લોર સાપ્તાહિક સાફ કરો

તમારે ઘરના ફ્લોરને સાપ્તાહિક ધોરણે સાફ કરતા રહેવું જોઈએ. આનાથી ઘરમાં ધૂળ અને ગંદકી એકઠી થતી અટકશે.

AC વગર રૂમને ઠંડો રાખવાની સરળ રીતો