આંખોને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ


By Vanraj Dabhi14, Sep 2023 11:41 AMgujaratijagran.com

જાણો

આંખો આપણા શરીરનો સૌથી કોમળ અંગ હોય છે, આખા દિવસ દરમિયાન તેના પર સૌથી વધુ અસર પડે છે, આવી સ્થિતિમાં આંખોની રોશની ઓછી થવા લાગે છે, તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો, ચાલો જાણીએ.

ગાજર

ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે,જે વિટામિન Aનો ઉત્તમ સ્ત્રોત છે, તેમાં વિટામિન A જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ રાખે છે.

પાલક

પાલક લ્યુટીન અને ઝેક્સાન્થિથી ભરપૂર છે, બે એન્ટીઓક્સિડન્ટો આંખોની રોશની સુધરાવા માટે જાણીતા છે, મોતિયાનું જોખમ ઘટાડે છે.

માછલી

સેલ્મોન,ટુના અને મેકેરલ જેવા ફેટી માછલી ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે,તેને આંખોના સ્વસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

ખાટા ફળો

સંતરા,લીંબુ અને દ્રાક્ષ વિટામિન Cથી ભરપૂર હોય છે, જે આંખોના રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, વિટામિન C આંખો માટે સારું માનવામાં આવે છે.

ઇંડા

ઇંડામાં આંખના ઘણા પોષક તત્વો હોય છે, જેમાં લ્યુટીન,ઝેક્સાન્થિન,વિટામિન E અને ઝીંકનો સમાવેશ થાય છે,તેનાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે.

બદામ અને બીજ

બદામ,અખરોટ,સૂરજમુખીના બીજ અને અળસીના બીજ આ બધા વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડના સારા સ્ત્રોત છે, વિટામિન E આંખોને મુક્ત રેડિકલથી બચાવે છે.

કઠોળ

કઠોળંમાં ભરપૂર માત્રામાં બાયોફ્લેવોનોઈડ્સ અને ઝીંક હોય છે જે આંખોના રેટિનાને મજબૂત બનાવવામાં મદદ કરે છે, તેનાથઈ આંખોની રોશની પણ સુધરે છે.

વાંચતા રહો

આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરીને પણ તમે તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો, આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બ્રેકફાસ્ટમાં આ ફૂડ સેવન તમારે ક્યારેય ન કરવું જોઈએ