કેળા ખાવા લાયક છે કે નહીં! કેવી રીતે ઓળખવું, જાણો


By Vanraj Dabhi05, Aug 2025 05:41 PMgujaratijagran.com

કેળાનું સેવન

કેળા એક પૌષ્ટિક ફળ છે, પરંતુ જો તે વધુ પડતું પાકી જાય તો કે બગડી જાય તો તે ખાવા લાયક રહેતું નથી.

કાળું કેળું

જો કેળું સંપૂર્ણપણે કાળું પડી જાય અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે, તો તે ખરાબ થઈ ગયું છે.

નરમ કેળું

જો કેળું દબાવવામાં આવે ત્યારે ખૂબ જ નરમ લાગે કે હાથ પર ચોંટી જાય, તો તે ખાવા લાયક નથી.

ફૂગ વાળું કેળું

જો કેળા પર ફૂગ દેખાય, તો તેને તરત જ કચરામાં ફેંકી દો.

તીવ્ર ગંધ

જો કેળામાંથી તીવ્ર અને વિચિત્ર ગંધ આવે છે, જે સૂચવે છે કે તે સડી ગયુ છે.

રંગ અને સ્વાદ

જો કેળું કાપતી વખતે ભૂરા-કાળા રંગનું દેખાય અને તેનો સ્વાદ વિચિત્ર લાગે, તો તે ખાવા લાયક નથી.

રસ નીકળવા લાગે

જો કેળામાંથી રસ કે પ્રવાહી નીકળવા લાગે તો તે સડવાનો સ્પષ્ટ સંકેત છે.

જંતુ યુક્ત કેળા

જો નાના જંતુઓ કે માખીઓ આસપાસ ફરતા હોય, તો તેનો અર્થ એ કે કેળું વધુ પડતું પાકી ગયું છે અને સડવા લાગ્યું છે.

છાલ કાળી પડવી

જો માત્ર કેળાની છાલ કાળી થઈ ગઈ હોય પણ કેળું અંદરથી બરાબર હોય, તો તેનો ઉપયોગ સ્મૂધી કે કેકમાં કરી શકાય છે.

સ્વાસ્થ્ય માટે હાનિકારક

જો કેળામાં આવા લક્ષણો દેખાય તો તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

Partner Yoga Poses: જીવનસાથી જોડે યોગાસન કરવાથી આ રોગોમાં રાહત મળે છે