ઘરે કુંડામાં વરિયાળી ઉગાડવાની સૌથી સરળ રીત


By Vanraj Dabhi16, May 2025 11:08 AMgujaratijagran.com

વરિયાળી

વરિયાળી એ ભારતીય રસોડામાં જોવા મળતો ખૂબ જ મહત્વપૂર્ણ મસાલો છે. વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે અને તે ખોરાકનો સ્વાદ પણ વધારે છે.

ઘરે વરિયાળીનો ઉછેર

જો તમે ઇચ્છો તો, તમે ઘરે કુંડામાં વરિયાળી સરળતાથી ઉગાડી શકો છો. આજે અમે તમને તેને ઉગાડવાની સાચી રીત જણાવી રહ્યા છીએ.

વરિયાળીનો છોડ

ઘરે વરિયાળીનો છોડ રોપવા માટે, તમારે વરિયાળીના ફળદ્રુપ બીજની જરૂર પડશે, આ છોડ ઘરમાં રાખેલી સામાન્ય વરિયાળીમાંથી આવતો નથી.

માટી અને છાણીયું ખાતર

વરિયાળી વાવવા માટે એક મોટું કુંડુ લો. અડધુ માટી અને અડધુ ગાયના છાણનું ખાતર મિક્સ કરીને કુંડો ભરો.

બીજ વાવો

હવે વરિયાળીના બીજને કુંડામાં ફેલાવો. પછી વરિયાળીના બીજને ધીમેધીમે માટીમાં દાટી દો. અને તેના પર પાણીનો સારી રીતે છંટકાવ કરો.

છોડનો વિકાસ

બીજ વાવ્યા પછી, તમને લગભગ 10 દિવસમાં કુંડામાં નાના છોડ દેખાવા લાગશે. વરિયાળી 180-190 દિવસમાં તૈયાર થઈ જશે.

ખાતર આપવાની રીત

જ્યારે છોડ 3-4 ઇંચ ઊંચા થાય, ત્યારે તેમને દર 2 અથવા 3 અઠવાડિયે ખાતર આપો. આનાથી ઝડપી વૃદ્ધિ થશે.

Summer Tips: ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ?