વાળમાં આવતી દુર્ગંધ એ તમારા વાળના સ્વાસ્થ્ય માટે સારા સંકેત નથી અને તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક છબી ઊભી કરી શકે છે. વાળ જો સુંવાળા રહે અને સાથે તેમાં જો તેમા સારી સુંગધ આવે એ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. વાળની સુગંધ વધારવા તમે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. આવો જાણીએ
જો વાળમાં દુર્ગંધની સમસ્યા પરેશાન કરે છે, તો એલોવેરા અને મેથીના દાણાની પેસ્ટ તમારી સ્કાલ્પમાં લગાવો આ તેને ઠંડક આપીને વાળને ફ્રેશ રાખે છે.
એપલ સીડાર વિનેગર વાળની દુર્ગંધને દૂર કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. એ તમારી ત્વચાની કાળજી રાખે છે અને વાળને સુગંધિત બનાવે છે.
લીંબુનો રસ વાળની દુર્ગંધને તરત દૂર કરે છે. લીંબુના રસની તાજી સુગંધ અને એન્ટિમાઈક્રોબાયલ ગુણો તમારા વાળને ફ્રેશ અને સાફ રાખે છે.
ટી ટ્રી ઓઈલ વાળમાં આવતી ખરાબ ગંધને દૂર કરવાનું કુદરતી ઉપાય છે. તે વાળને શુદ્ધ અને સ્વચ્છ બનાવે છે.
દહીંમાં છુપાયેલ લેક્ટિક એસિડ વાળની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. દહીં તમારા વાળને મોઈશ્ચર આપી તેને સુંવાળા અમે ફ્રેશ બનાવે છે.