ઘરમાં ઉંદરોના ત્રાસથી છુટકારો મેળવવા આ સરળ ઉપાય અજમાવો


By Vanraj Dabhi28, Sep 2023 01:13 PMgujaratijagran.com

જાણો

ઘરમાં ઉંદરોના આવવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાવવા ઉપરાંત ઘણી વસ્તુઓ બગડી જાય છે. ચાલો જાણીએ ઉંદરોને ભગાડવાના કેટલાક ખાસ ઘરેલું ઉપાયો વિશે.

પેપરમિન્ટ સ્પ્રેનો ઉપયોગ કરો

પેપરમિન્ટ સ્પ્રે આખા ઘરમાં સ્પ્રે કરો. તેની ગંધ ઉંદરોને ગમતી નથી જેના કારણે તેઓ ઘરમાંથી ભાગી જાય છે.

તમાકુનો ઉપયોગ

તમાકુના નશાથી ઉંદરોની હાલત ખરાબ થઈ જાય છે અને તેઓ ઘરેથી ભાગી જાય છે. તેનો ઉપયોગ કરવા માટે ચણાનો લોટ અને થોડું ઘી મિક્સ કરો અને તેને ઉંદરો આવતા હોય ત્યા રાખો. ઉંદરો તેને ખાવાની સાથે જ ભાગી જશે.

ડુંગળીનો ઉપયોગ

ઉંદરો ડુંગળીની ગંધ સહન કરી શકતા નથી તેથી તેનો ઉપયોગ ઉંદરોને ભગાડવા માટે કરી શકાય છે. ડુંગળીને કાપીને તેને ઉંદરો આવતા હોય ત્યાં મૂકો અથવા તેનો રસ છાંટો.

એમોનિયાનો ઉપયોગ

ઉંદરો એમોનિયાની તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેને એક બાઉલમાં રાખો અને તેને ઉંદરોની ગુફા અને ઘરના પ્રવેશદ્વાર પાસે રાખો. ઉંદર આવશે નહીં.

કોકો પાઉડર

ઉંદરોથી બચવા માટે કોકો પાઉડરમાં પ્લાસ્ટર ઓફ પેરીસ મિક્સ કરીને બોલ બનાવો અને તેને ઉંદરોની ગુફા પાસે રાખો. આ ખાતા જ તેઓ ઘરેથી ભાગી જશે.

કપૂર

આ બધા સિવાય ઘરના દરેક ખૂણામાં કપૂર રાખો અને ઘરમાં ફટકડીનો પાવડર પણ છાંટવો, જેના કારણે ઉંદરો પરેશાન થઈને ઘરથી ભાગી જશે.

સાવચેતી જરૂરી છે

જો ઘરમાં બાળકો અને પાલતુ પ્રાણી છે તો ઉંદરો કે જીવ-જંતુઓથી બચવા અને તેમને આ વસ્તુઓથી દૂર રાખવા માટે અપનાવવામાં આવેલા ઘરેલું ઉપચારથી સાવચેત રહો.

વાંચતા રહો

આ તમામ ઘરગથ્થુ ઉપચારો સિવાય તમે બજારમાંથી ઉંદરનું પીંજરું ખરીદીને તેનો ઉપયોગ પણ કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો તમે સફેદ વાળથી છુટકારો મેળવવા માંગતા હોય તો, આ વસ્તુઓને તેલમાં મિક્સ કરીને લગાવો