સોશિયલ મીડિયા બાદ આજકાલ લોકો તેમાં રહેલ રીલ્સ અને મીમ્સ જોવાની લતનો શિકાર બની રહ્યા છે. રીલ્સ જોવાની એડિક્શન અર્થાત લત ખૂબ જ ખરાબ છે, જેમને મેન્ટલી અને ફિજિકલી નુકસાન પહોંચાડે છે.
જો તમે પણ હંમેશા રીલ્સ કે મીમ્સ જોવા માટે તમારો મોબાઈલ ફોન ખોલતા હોવ, તો તમે પણ રીલ એડિક્શનનો શિકાર થઈ ચૂક્યા છો. તો ચાલો જાણીએ આ ખરાબ આદતથી કેવી રીતે મુક્તિ મેળવવી...
દરરોજ રીલ્સ જોવાનો એક નિશ્ચિત સમય નક્કી કરો. આનાથી મગજને એક પેટર્ન મળશે.
Instagram કે Shorts જેવી એપ્સના નોટિફિકેશન બંધ કરવાથી વારંવાર રીલ્સ જોવાની આદત ઓછી થઈ જશે.
રીલ્સ જોવાનો સમય ઘટાડીને પેઈન્ટિંગ, રીડિંગ, વર્કઆઉટ કે કોઈ શોખમાં સમય પસાર કરો. આવું કરવાથી મન ઓછું ભટકશે.
મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. સ્ક્રીન પર ધ્યાન આપવાને બદલે લોકો સાથે જોડાઓ. આ ફિજિકલ ઈન્ટરેક્શન ડિજિટલ જોડાણને ઘટાડશે.
રીલ્સ જોવાની લત ઘટાડવા માટે અઠવાડિયામાં એક દિવસનો સંપૂર્ણ બ્રેક લો. ડિવાઇસથી દૂર રહીને મનને આરામ આપો.
રીલ્સ જોવાને બદલે ધ્યાન અને મેડિટેશનથી મનને સ્થિર કરો. આનાથી ડિજિટલ ડિસ્ટ્રેક્શન ઓછું થશે.