સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે મધનો ઉપયોગ કરો. મધમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને ચમક વધારે છે.
મધને સ્કિન પર લગાવો અને થોડીવાર બાદ રૂને ગરમ પાણીમાં પલાળીને સાફ કરો. આ ઉપરાંત હીલિંગ માસ્કની જેમ પણ ઉપયોગ કરી શકો છો.
નારિયેળના તેલમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ સ્કિનના ગ્લો વધારવામાં મદદ કરે છે. આ સાથે તેમાં ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. જે સ્કિનના કોલેજનને વધારવામાં મદદ કરે છે.
ઓટ્સ સ્કિન માટે ફાયદેમંદ છે. ઓટ્સ સ્કિનમાં ગ્લો વધારવામાં મદદ કરે છે. આ માટે ઓટ્સને નારિયેળના તેલમાં મિક્સ કરીને સ્કિનમાં લગાવો.
એવોકોડો ખાવાની સાથે તેનું તેલ સ્કિન માટે પણ ફાયદેમંદ છે. આ તેલમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ ગુણ સ્કિનને મોઈશ્વરાઈઝ કરે છે. આ સાથે જ તેને લગાવવાથી કોલેજન વધારવામાં મદદ મળે છે.