મીઠાનો ઉપયોગ કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકે છે અને તેનો સ્વાદ બગાડી પણ શકે છે. ઘણીવાર રસોઈ બનાવતી વખતે ભૂલથી ખોરાકમાં વધારે મીઠું પડી જાય છે.
બટાકું સૌથી ઝડપથી મીઠાને શોષી લે છે. જો તમે ગ્રેવીવાળી કોઈ વાનગી બનાવી રહ્યા છો અને તેમાં મીઠું વધારે પડી ગયું હોય, તો સૌથી પહેલા એક બટાકું કાપો. કાપેલા બટાકાના ટુકડાઓને વાનગીમાં નાખી દો. પછી ધીમા તાપે વાનગીને થોડીવાર રહેવા દો. થોડી મિનિટો પછી જ્યારે તમે વાનગી ચાખશો, તો તેમાં મીઠું સામાન્ય જણાશે.
ખોરાકમાં વધારે પડી ગયેલા મીઠાને બરાબર કરવા માટે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તે ભોજનમાંથી વધારાનું મીઠું ઓછું કરવાની સાથે તેનો સ્વાદ પણ વધારી શકે છે.
જો તમે એવી વાનગી બનાવી રહ્યા હોવ જેમાં દહીં ઉમેરી શકાય તેમ હોય, તો મીઠું ઓછું કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. વધારે મીઠુંવાળી દાળ અથવા શાકમાં એક-બે ચમચી દહીં નાખવાથી તેનો સ્વાદ વધી જશે. સાથે જ, ભોજનમાંથી વધારાનું મીઠું પણ ઓછું થઈ જશે.
ગ્રેવીવાળી વાનગીમાં વધારે થઈ ગયેલા મીઠાને ઓછું કરવા માટે તમે તેમાં લોટ પણ ભેળવી શકો છો. આ રીત તમને થોડી વિચિત્ર લાગશે, પરંતુ લોટ સૌથી ઝડપથી મીઠાને શોષી લેશે. મીઠું શોષી લીધા પછી લોટ ગ્રેવીની ઉપર તરવા લાગશે. તેને તમે ચમચીની મદદથી કાઢીને વાનગીનો આનંદ માણી શકો છો.
ખાંડની મીઠાશની સાથે સરકાની એસિડિક પ્રકૃતિ વધારાના ખારા સ્વાદને દૂર કરી દે છે.