બિઝી લાઈફસ્ટાઈલના કારણે લોકો ફિટનેસને નજર અંદાજ કરે છે. જો કે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન ન આપવાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે.
ફિટ રહેવા માંગતા હોવ તો સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. એક્સપર્ટના અનુસાર, મોડા ઉઠવાની આદતના કારણે પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
સવારના સમયે થોડીક મિનિટ એક્સરસાઈઝ માટે અચૂક નીકાળો. હકીકતમાં ફિટનેસ માટે વ્યાયામ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
જો તમે વર્કઆઉટ માટે અલગ સમય ના ફાળવી શકો તેમ હોવ, તો ઘરના કામોને જ વર્કઆઉટ બનાવી લો. ખાસ કરીને મહિલાઓ આમ કરી શકે છે.
સવાર અને સાંજના સમયે વૉક પર જરૂર જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, બન્ને સમયે વૉકિંગ કરવાથી ઑવરઑલ હેલ્થને લાભ થાય છે.
ફિટ રહેવા માંગતા હોવ તો લિફ્ટની જગ્યાએ ઘર અને ઑફિસમાં સીડીઓનો ઉપયોગ કરવાનું રાખો. એક્સપર્ટના મતે, આમ પગથિયા ચડવાથી પણ ફિટનેસની કાળજી લઈ શકાય છે.
ફિટનેસ માટે વર્કઆઉટ શિડ્યૂલ બનાવો. એવું કહેવાય છે કે, જ્યાં સુધી એક્સરસાઈઝ કરતા રહેશો, ત્યાં સુધી ફિટનેસને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નહીં રહે.
વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે હેલ્થને પ્રાથમિક્તા આપો. આમ કરવાથી તમને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો ઓછો કરવો પડશે.