હોર્મોન અસંતુલિત થવા પર શરીરમાં થાઈરૉઈડની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને અત્યારની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણી-પીણીના કારણે થાઈરોઈડના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે.
જો તમે પણ થાઈરોઈડના દર્દી હોવ અને જલ્દી મટાડવા માંગતા હોવ, તો ખાણી-પીણીની કેટલીક એવી વસ્તુ છે, જેની મદદથી તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ થાઈરોઈડ મટાડવા માટે ક્યા-ક્યા ફૂડ્સનું સેવન કરવું જોઈએ
થાઈરૉઈડના દર્દીઓ માટે આમળા ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. આમળામાં રહેલ વિટામિન C ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. જેના પરિણામે થાઈરોઈડની સમસ્યા ઓછી થાય છે.
થાઈરોઈડ થવા પર દર્દીએ ડેરી પ્રોડક્ટ્સને પોતાની ડેઈલી ડાયટમાં સામેલ કરવી જોઈએ. જેમ કે દૂધ, દહી, પનીર અને છાશ વગેરે...જે થાઈરોઈડ્સને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે કાચું નારિયેળ પણ બેસ્ટ ઑપ્શન છે. દરરોજ સવારે કાચું નારિયેળ ખાવાથી મેટાબૉલિઝ્મ મજબૂત બને છે.
જો તમે થાઈરોઈડના દર્દી હોવ, તો તમારી ડાયટમાં સોયાબીનને જરૂર સામેલ કરવું જોઈએ. જેને ખાવાથી થાઈરોઈડને કંટ્રોલમાં કરી શકાય છે.
થાઈરોઈડના દર્દીઓએ ડાયટમાં લીલા શાકભાજી અચૂક સામેલ કરવા જોઈએ. જેમ કે પાલક, બ્રોકલી, કોબીજ વગેરે...
થાઈરોઈડ્સના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લઈને હાઈ પ્રોટીન ધરાવતા ફૂડ્સ તમારી ડાયટમાં સામલ કરવી જોઈએ. જેમ કે માછલી, ઈંડા અને દાળ વગેરે...