શરીરની નસોમાં ખરાબ લોહી જામી જવાથી બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે અનેક ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે. આથી બેડ કોલેસ્ટ્રોલને શરીરને બહાર નીકાળવું જ રહ્યું.
શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય, તો ડાયટમાં કેટલીક વસ્તુને સામેલ કરવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ વસ્તુઓ ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે.
જો તમે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગતા હોવ તો તમારે સવારે હુંફાળા પાણી સાથે લસણની એક કળી ચાવીને ખાઈ જવી જોઈએ.
ગ્રીન ટી શરીર માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. ગ્રીન ટીનું સેવન કરવાથી પણ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરવા માટે મેથીને પણ ડાયટમાં સામેલ કરવી જોઈએ. મેથીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
ટામેટાનું જ્યૂસ પીવાથી પણ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી શકાય છે, કારણ કે ટામેટામાં એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે.