દેશી ઘીથી ઝડપથી ઘટે છે વજન, બસ આવી રીતે ખાવ


By Sanket M Parekh22, Sep 2023 04:04 PMgujaratijagran.com

હળદર સાથે

હળદર અને ઘીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર નાંખીને ઉકાળી લો. હવે આ પાણીમાં સામાન્ય ઘી મિક્સ કરીને પી જાવ. આ ડ્રીન્કને પીવાથી બૉડીમાં ઝડપથી ફેટ બર્ન થાય છે.

ચિયા સીડ્સ અને ઘી

પાણીમાં ચિયા સીડ્સ અને દેશી ઘી મિક્સ કરીને તેને ઉકાળો અને પછી થોડાક કલાક માટે રહેવા દો. આ પાણીને પીવાથી શરીરમાં જમા ગંદકી અને ઝેરીલા પદાર્થની સાથે વધેલ ફેટ પણ ધીમે-ધીમે શરીરથી ગાયબ થઈ જાય છે.

ઘી અને ફૂદીનો

પાણીમાં ઘી અને ફૂદીનાના પત્તા નાંખીને થોડા કલાક માટે છોડી દો. હવે આ પાણી પીવો. જેનાથી બૉડીમાં જમા ફેટ બર્ન થવા લાગે છે.

આદુ સાથે

આદુને સારી રીતે ધોઈને ક્રશ કરીને પાણીમાં નાંખો. આ પાણીને ઉકાળીને હુંફાળુ ગરમ થવા દો. જે બાદ આ પાણીમાં એક ચમચી ઘી નાંખીને પીવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે.

ઘી સાથે ફૂદીના અને કીવી

પાણીમાં ઘી અને કીવીના ટૂકડા નાંખો. હવે તેમાં ફૂદીનાના પત્તા મિક્સ કરીને 2-3 કલાક માટે છોડી દો. આ પાણી પીવાથી શરીરમાંથી બિનજરૂરી ફેટ ધીમે-ધીમે ઓગળવા લાગે છે.

ઘી અને તજ

પાણીમાં ઘી અને તજ મિક્સ કરીને થોડીવાર માટે છોડી દો. જે બાદ આ પાણીનું સેવન કરો. આ ઉપરાંત એક ચમચી ઘીમાં તજનો પાવડર મિક્સ કરીને ખાઈ શકો છે. જેનાથી પણ વજન ઝડપથી ઘટાડવામાં સરળતા રહેશે.

દરરોજ સવારે 3 ખજૂર ખાવાથી આ અઢળક ફાયદા થાય છે, ચાલો જાણીએ