આજકાલ લોકો બેડોળ શરીરની ચિંતાથી ઘેરાયેલા રહે છે, અને શરીરને ફિટ રાખવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે, ચાલો જાણીએ ઘરેલું ઉપાય વિશે.
મેથીના દાણા મોટાભાગના ઘરોના રસોડામાં હોય છે.તે ભાજનમાં સ્વાદ વધારવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
મેથીના દાણા પાચન સુધારવાની સાથે બ્લડ સુગર અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.તમને આ ફાયદા પણ મળશે.
મેથીના દાણા મોટાભાગના ઘરોના રસોડામાં ઉપલબ્ધ હોય છે. ખાવામાં સુગંધ વધારવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
વજન ઘટાડવા માટે બે ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો, સવારે તેને હળવા ગરમ કરીને તેનું પાણી ગાળીને પીવો.
વજન ઘટાડવા માટે મેથીના અંકુરનું સેવન કરી શકો છો,તેના માટે મગની દાળ,કાળા ચણા સાથે હળવા હાથે બાફી અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરીને સલાડની જેમ સેવન કરો.
મેથીના દાણા પણ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પેટની ચરબી ઘટાડવા માટે તેનું આ રીતે સેવન કરવું જોઈએ.
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે વાસી મોઢે તેનું સેવન કરો
જે લોકોમાં બ્લડ સુગર લેવલ ઓછું હોય તેઓએ મેથીના દાણા કે મેથીના દાણાના પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.