કોલ્સ્ટ્રોલ ઘટાડવા માટે આ રીતે કરો મેથીનું સેવન


By Sanket M Parekh15, Sep 2023 03:51 PMgujaratijagran.com

મેથીમાં રહેલા પોષક તત્વો

⇎ વિટામિન સી ⇎ વિટામિન બી-6 ⇎ ફાઈબર ⇎ આયરન

ફણગાવેલી મેથી

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ફણગાવેલી મેથીનું સેવન કરી શકાય છે. જેમાંથી મળનાર પોષક તત્વો શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવાની સાથે નસમાં જમા કોલ્સ્ટ્રોલને પણ નીકાળે છે.

મેથીની ચા

મેથીની ચા પીવી હાઈકોલેસ્ટ્રોલમાં ફાયદેમંદ થઈ શકે છે. જેને પીવાથી LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ માટે સવારે ખાલી પેટ તમે મેથીની ચા પી શકો છો.

મેથીનું પાણી

મેથીનું પાણી સ્વાસ્થ્ય સબંધી અનેક સમસ્યાઓનું સમાધાન છે. જેને પીવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ માટે તમે રાતે પાણીમાં મેથીના દાણા પલાળીને રાખી દો અને સવારે ઉઠીને આ પાણી પી જાવ.

પાણીમાં ઉકાળીને

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે. આ માટે તેને પાણીમાં ઉકાળ્યા બાદ તેને ચાવીને ખાઈ લેવા જોઈએ.

મેથી અને મધ

આ સમસ્યામાં તમે મેથી અને મધનું કૉમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો. આ માટે મેથીને પલાળીને તેમાં મધ મિક્સ કરીને ખાઈ શકાય છે.

શાકભાજીમાં મિક્સ કરીને

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે મેથીના દાણાને શાકભાજી અને દાળમાં મિક્સ કરીને ખાઈ શકો છો. આમ કરવાથી રસોઈ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં લાભદાયી બની શકે છે.

40 વર્ષ પછી મહિલાઓએ આ સુપર ફૂડ ખાવા જોઈએ