શરીરના અન્ય અંગોની જેમ નાભિની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આવું ન કરો તો તમારે બેક્ટેરિયા અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે તમે ઘરે જ આ પદ્ધતિઓથી નાભિને સાફ કરી શકો છો.
નાભિ એ શરીરનું એક સંવેદનશીલ અંગ છે, તેથી તેને સાફ કરતી વખતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તમે રું ના પૂંબડાને હૂંફાળા પાણીમાં પલાળીને નાભિને સાફ કરી શકો છો.
મુલતાની માટી માત્ર ચહેરા પર જ નહીં પણ નાભિ પર પણ લગાવવી ફાયદાકારક સાબિત થાય છે. તેમાં થોડું ગુલાબજળ અને લીંબુનો રસ નાખીને નાભિ પર 10 મિનિટ સુધી રહેવા દો. તેનાથી નાભિ અંદરથી સારી રીતે સાફ થઈ જશે.
નાભિને સારી રીતે સાફ કરવા માટે, હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખો. હવે તેને રુંના પૂંબડાની મદદથી સાફ કરો. આમ કરવાથી નાભિમાં જમા થયેલા કીટાણુઓ પણ નીકળી જશે.
તેની મદદથી નાભિને સારી રીતે સાફ કરી શકાય છે. આ સાથે તે નાભિના પરના કાળા ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે.
તેને નાભિ પર લગાવવાથી અંદરની બધી ગંદકી સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે તમારે ફક્ત પપૈયાનો પલ્પ નાભિ પર ઘસવાનો છે.
નાભિની સફાઈ માટે આ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેના ઉપયોગથી નાભિમાં વધતા બેક્ટેરિયા અને ગંદકીને સરળતાથી સાફ કરી શકાય છે.
તેનો ઉપયોગ કરવા માટે એક રુંનું પૂંબડાને નારિયેળના તેલમાં બોળીને નાભિ પર સારી રીતે લગાવો. તમે દરરોજ પણ આ કરી શકો છો.
આ પદ્ધતિઓથી તમે ઘરે બેઠા સરળતાથી નાભિને સાફ કરી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.