White Clothes Cleaning: શિયાળામાં સફેદ કપડાં સાફ કરવાની પદ્ધતિઓ


By Vanraj Dabhi21, Dec 2024 11:09 AMgujaratijagran.com

સફેદ કપડા

શિયાળો, ઉનાળો કે ચોમાસાની ઋતુમાં તમારે સફેદ કપડા પરના ડાઘ સાફ કરવા માટેની ટિપ્સ આજે અમે તમને જણાવીશું.

ખાવાનો સોડા

વોશિંગ મશીનમાં કપડાં ધોતા પહેલા બેકિંગ સોડા ઉમેરો. આ સિવાય કપડાંને બે કપ બેકિંગ સોડા ગરમ પાણીમાં પલાળીને પણ રાખી શકાય છે.

લીંબુનો રસ

સફેદ કપડા પરથી ડાઘ દૂર કરવા માટે એક ચમચી ખાવાનો સોડા અને 1-2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ડાઘ પર લગાવીને સાફ કરો.

સફેદ વિનેગર

સફેદ કપડામાં અડધો કપ સફેદ વિનેગર ઉમેરવાથી રાખોડી કે પીળા રંગના ડાઘ દૂર થાય છે.

ઈન્ડિગો પાવડર

પાણીમાં ઈન્ડિગો પાવડર ભેળવીને કપડાંને ડુબાડી શકાય છે. ઈન્ડિગો કપડાંને આછો વાદળી રંગ આપે છે, જે સફેદ જેવો દેખાય છે.

ડીશ સાબુ, ખાવાનો સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ

એક બાઉલમાં 3 ચમચી ડીશ સાબુ, 3 ચમચી ખાવાનો સોડા અને ½ કપ હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરો. આ મિશ્રણને પીળા ડાઘ પર લગાવો અને એક કલાક માટે રહેવા દો.

ધ્યાન રાખો

સફેદ કપડા ધોતી વખતે કપડા ઉંધા કરીને ધોવા જોઈએ.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Potato vegetable: કયા લોકોએ દરરોજ બટાકાનું શાક ન ખાવું જોઈએ?