લેધર જેકેટનો ટ્રેન્ડ હવે યુવાનોમાં ઘણો વધ્યો છે, એને બધા કપડા પણ સ્ટાઈલ કરી શકાય છે. આ જેકેટ કૂલ અને સ્ટાઈલીશ લુક આપે છે. પરંતુ આ પ્રકારના જેકેટને સાફ કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. એવામા તમે કેટલીક ટીપ્સ ફોલો કરી શકો છો. ચાલો જાણીએ તમે લેધરના જેકેટને કેવી રીતે સાફ કરી શકો છો.
લેધર જેકેટને હાર્ડ સાબુથી સાફથી સાફ ના કરવું જોઈએ. આની માટે સાબુને પાણીમા વ્યવસ્થિત રીતે મીક્સ કરી લો, અને તેને કપડાની મદદથી સાફ કરો.
જેકેટને ધોવા માટે લેધર સ્ટેન રીમુવરનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી ડાઘ સરળતાથી જતા રહેશે.
લેધર જેકેટને સારા ડીટર્જન્ટથી સાફ કરવુ જોઈએ આનાથી એની ચમક બની રહે છે અને કોઈ પ્રકારનું નુકસાન પણ પહોંંચતુ નથી.
લેધર જેકેટને ક્યારેય મશીનમા ધોવુ ના જોઈએ, તેનાથી તેની ચમક ઓછી થઈ જાય છે અને કલર પણ ફેડ થઈ જાય છે.
ઘરે ક્યારે પણ લેધર જેકેટને સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ ના કરવો. આ જેકેટને ખરાબ કરી શકે છે, આ કરવાથી જેકેટ જલદી ખરાબ થઈ જાય છે, અને ફાટી પણ જાય છે.
લેધર જેકેટને ભૂલથી તડકામા ના સુકવશો, આ કરવાથી જેકેટનો કલર ફેડ થઈ શકે છે.
લેધર જેકેટને તમે આ રીતે ધોઈ શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ