રસોઈ બનાવ્યા પછી કાળા થઈ ગયેલ લોખંડના વાસણને કેવી રીતે સાફ કરવા, જાણી લો સરળ રીત


By Vanraj Dabhi26, Oct 2023 02:20 PMgujaratijagran.com

લોખંડના વાસણો

જો લોખંડના વાસણો યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તેને કાટ લાગી જાય છે. આવી સ્થિતિમાં જો આ તહેવારોની સિઝનમાં તમે ઓછા પૈસામાં ઘરની દરેક વસ્તુને સાફ કરવા માંગો છો તો ચાલો જાણીએ કે બળી ગયેલા લોખંડના વાસણો કેવી રીતે સાફ કરવા.

ગરમ પાણી વડે સફાઈ

લોખંડના વાસણોને પહેલાની જેમ ચમકાવવા માટે તેમાં પાણી ગરમ કરો. આ પછી તેને થોડીવાર પછી તેને લિક્વિડ સોપ અને સ્ક્રબરથી સાફ કરો.

બેકિંગ સોડા વડે સફાઈ

લોખંડના વાસણમાં બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને વાસણ પર સારી રીતે લગાવો અને 10 મિનિટ પછી તેને સ્ક્રબર વડે ઘસીને સાફ કરો. તેનાથી વાસણની ચમક જળવાઈ રહેશે.

મીઠું વડે સફાઈ

લોખંડના વાસણોમાંથી ડાઘ સાફ કરવા માટે તેના પર મીઠું છાંટીને પછી તેને ભીના કપડાથી સાફ કરી લો. આનાથી બધા ડાઘા સરળતાથી દૂર થઈ જશે.

વિનેગર વડે સફાઈ

જો લોખંડના વાસણમાં કાટ લાગવા લાગ્યો હોય તો તેના પર પાણી અને વિનેગરનું દ્રાવણ નાખીને પછી તેને સ્ક્રબરથી ઘસો. વાસણ ફરી ચમકવા લાગશે.

લીંબુ વડે સફાઈ

આ માટે લોખંડના વાસણમાં પાણી નાખીને ગરમ કરો અને તેમાં ઉપરથી લીંબુનો રસ નાખીને 5 મિનિટ ઉકાળ્યા પછી તેને સ્ક્રબરની મદદથી ઘસીને સાફ કરો.

ડીટરજન્ટ વડે સફાઈ

આ માટે વાસણમાં પાણી અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને સ્ક્રબરની મદદથી સારી રીતે ઘસીને સાફ કરો. તેનાથી તમારું વાસણ નવા જેવું લાગશે.

વિનેગર અને લીંબુ

લીંબુના રસમાં વિનેગર મિક્સ કરીને વાસણ પર લગાવો અને 5 મિનિટ પછી સ્ક્રબર અને ડીશ સોપની મદદથી સાફ કરો. આનાથી તમામ ડાઘ દૂર થઈ જશે.

વાંચતા રહો

તમે આ પદ્ધતિઓથી કાળા પડી ગયેલા લોખંડના વાસણો પણ સાફ કરી શકો છો, અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નાક પરના બ્લેકહેડ્સ દૂર કરવા માટે અજમાવો આ હોમમેઇડ ફેસ સ્ક્રબ