કઢાઈનો ઉપયોગ લગભગ દરેક પ્રકારની શાકભાજી બનાવવા માટે થાય છે, જે ઘણી વાર વધુ પડતા તેલની સામગ્રીને કારણે બળી જાય છે,જેના હઠીલા ડાઘ સરળતાથી દૂર થતા નથી, આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કેવી રીતે દાઝી ગયેલી તપેલી કે કડાઈને લીંબુ વડે મિનિટોમાં સાફ કરી શકાય છે.
બળી ગયેલ કે કાળી તપેલીને સાફ કરવા માટે સૌપ્રથમ તેને થોડીવાર ગેસ પર ગરમ કરો, પછી પેનમાં થોડું પાણી નાખો.
પેન ગરમ થાય પછી તેમાં 2 ચમચી ડિટર્જન્ટ પાવડર નાખો,સાથે જ લીંબુનો રસ અને એક ચમચી મીઠું મિક્સ કરો.
જ્યારે પાણી ઉકળે ત્યારે તે ઉપર સુધી આવશે જે કડાઈના ખૂણામાં ફસાયેલી ગંદકી સાફ કરવામાં મદદ કરશે.
5-10 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને પાણી નીતારી લો અને બીજા વાસણમાં નાખો, આ પછી પેનના પાછળના ભાગને આ પાણીમાં બોળી દો.
પેનને 5 મિનિટ પલાળ્યા પછી 1 ચમચી ખાવાના સોડામા ડિટર્જન્ટ પાવડર અને લીંબુ મિક્સ કરો, હવે આ મિશ્રણમાં સ્ક્રબર ડુબાળો.
પેનને સ્ક્બ વડે ઘસીને સારી રીતે સાફ કરો,તેનાથી તે ચમકશે અને ખૂણામાં રહેલી ગંદકી પણ સાફ થશે.
જો થોડી ગંદકી રહી જાય તો તે ભાગને ગરમ કરો અને તેને સાફ કરો, તેનાથી તમારું પેન નવા જેવું લાગશે.
બળી ગયેલી કડાઈ કે તપેલી સાફ કરવા માટે આ પદ્ધતિ અપનાવો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.