આ એક વસ્તુથી સાફ કરો, સૌથી ગંદી ટાઇલ્સ પણ અરીસાની જેમ ચમકવા લાગશે


By Smith Taral07, Jun 2024 03:45 PMgujaratijagran.com

ટાઈલ્સ સમય જતા પીળી પડવા લાગે છે અને તેની ચમક પણ ઓછી થવા લાગે છે. ખરાબ ટાઈલસ્થી ઘરની શોભા ખરાબ થાય છે. જો તમારા ઘરમા પણ ટાઈલ્સ ગંદી થવા લાગી હોય તો ફક્ત આ એક વસ્તુના ઉપયોગથી ટાઈલ્સ ચમકવા લાગશે

સામગ્રી

ખાવાનો સોડા, 2 શેમ્પૂ સેચેટ્સ,ગરમ પાણી, મીઠું, લીંબુની છાલ, ડીટરજન્ટ, ટેલ્કમ પાઉડર

ગરમ પાણીથી સફાઈ

જીદ્દી ડાઘની સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે. ટાઈલ્સને સાફ કરવા માટે તેની પર ગરમ પાણી રેડી દો ત્યારપછી તેના પર બેકિંગ પાવડર અને મીઠું છાંટો અને 10 મિનિટ સુધી તેમ રહેવા દેવા

સાફ કરવા માટેનું લીક્વીડ

આ માટે વાસણમાં પાણી ગરમ કરી તેમા લીંબુની છાલ ઉમેરો અને તેમાં શેમ્પૂના 2 સેેચેટ પણ ઉમેરો. પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરતા રહો

આ રીતે તૈયાર કરો?

ઉકાળેલા તૈયાર પાણીમાં ખાવાનો સોડા અને મીઠું ઉમેરો. હવે આ ગરમ પાણીને ટાઈલ્સ પર રેડી દો અને 20 મિનીટ માટે છોડી દો

આ રીતે તૈયાર કરો?

ઉકાળેલા તૈયાર પાણીમાં ખાવાનો સોડા અને મીઠું ઉમેરો. હવે આ ગરમ પાણીને ટાઈલ્સ પર રેડી દો અને 20 મિનીટ માટે છોડી દો

ટાઇલ્સ કેવી રીતે સાફ કરવી?

ટાઈલ્સ પર રેડેલું પાણી જ્યારે ઠંડુ થઈ જાય ત્યારપછી સ્ક્રબરની મદદથી રૂમની બધી ટાઇલ્સને સારી રીતે ઘસીને સાફ કરી લો તેનાથી બધા ડાઘ અને ગંદકી દૂર થઈ જશે

ડીટરજન્ટથી કેવી રીતે સાફ કરવું?

હવે ટાઇલ્સ પર થોડો ડિટર્જન્ટ પાવડર નાખી ટાઈલ્સને ઘસો, ત્યારપછી તેની ઉપર પાણી રેડી તેને સાફ કરી લો

ટેલ્કમ પાવડર ઉમેરો

હવે ટાઈલ્સને ચમક આપવા માટે ટેલ્કમ પાવડર છાંટો અને તેને સૂકા કપડાથી ઘસી કાઢો. આમ કરવાથી તમારી ટાઇલ્સ સંપૂર્ણપણે સાફ થઈ જશે.

મહેંદી સાથે આ 1 વસ્તુ લગાવો, વાળ કાળા અને લાંબા થશે