બાળકની દૂધની બોટલ કેવી રીતે સાફ કરવી, આવો જાણીએ


By Jivan Kapuriya25, Jul 2023 04:18 PMgujaratijagran.com

જાણો

બાળકો ખૂબ જ નાજુક હોય છે. આવી સ્થિતિમાં તે કોઈપણ રોગ અને ચેપની ઝપેટમાં આવી શકે છે, તેથી જ જરૂરી છે કે બાળકોની દૂધની બોટલ હંમેશા સ્વચ્છ હોવી જાઈએ. આવો જાણીએ તેને સાફ કરવાની કેટલીક ટિપ્સ

ચેપનું જોખમ

નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, તેથી તેમને ચેપથી સુરક્ષિત રાખવું જોઈએ.

સ્વચ્છતાની કાળજી લો

જો તમારું બાળક દૂધની બાટલમાં જ દૂધ પીતું હોય તો તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમયયાંતરે બોટલને સાફ કરતી રહેવી જોઈએ.

ગરમ પાણીથી સાફ કરો

બાળકોના દૂધની બોટલ હંમેશા ગરમ પાણીથી જ સાફ કરવી જોઈએ. આ તમામ કીટાણુંઓને મારી નાખે છે.

આ રીતે સાફ કરો

દૂધની બોટલનો ઉપયોગ કરતા પહેલા તેને હંમેશા ગરમ પાણીમાં રાખો અને 10 મિનિટ પછી બોટલને સારી રીતે સાફ કરો.

બોટલના આ ભાગને સાફ કરો

બાળકોને ચેપથી બચાવવા માટે અને સ્વસ્થ રાખવા માટે બાટલના તમામ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ.

બ્રશથી સાફ કરો

દૂધની બોટલમાં ગરમ પાણી અને ડિટાર્જન્ટ ઉમેરો અને તેને બ્રશથી સારી રીતે સાફ કરો.

બોટલને સૂકી રાખો

ભીની બોટલમાં બેકટેરિયા ઝડપથી વધવા લાગે છે, તેથી બોટલને હંમેશા ગરમ પાણીથી સાફ કર્યા પછી તેને કપડાથી સાફ કરો.

બાળકોને બીમારીઓથી દૂર રાખવા માટે દૂધની બોટલ હંમેશા સાફ રાખો.

ડિનરમાં આ વસ્તુ ખાવાથી તમને ભારે તકલીફ પડી શકે છે,જાણો