લાકડાના વાસણોની જાળવણી કેવી રીતે કરવી


By Vanraj Dabhi05, Sep 2023 03:28 PMgujaratijagran.com

જાણો

ઘણા લોકો તેમના રસોડામાં લાકડાના વાસણોનો ઉપયોગ કરે છે,ખાસ કરીને નોન-સ્ટીક વાસણો માટે લાકડાના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ તે વાસણોની યોગ્ય કાળજી લેવી જરૂરી છે, નહીં તો તે બગડવા લાગે છે,આવો તેને યોગ્ય રીતે રાખવાની ટિપ્સ જાણીએ.

ગરમ કડાઈમાં ન મૂકો

લાકડાના વસણોને ગરમ કડાઈમાં કે શાકભાજીની વાનગીમાં ક્યારેય ન રાખવા , પીરસ્યા પછી કે રાંધ્યા પછી ચમચી બહાર કાઢી ને રાખો.

ગેસની નજીક ન રાખો

લાકડાના વાસણો ગેસની નજીક ક્યારેય ન રાખો,નહીં તો તે બળી શકે છે અને નુકસાન થઈ શકે છે. ગેસની આસપાસ આવા વાસણો રાખવાનું ટાળો.

પાણીમાં ન રાખો

લાકડાના વાસણોને લાંબા સમય સુધી પાણીમાં પલાળીને ન રાખો,આમ કરવાથી તે બગડે છે અને સડવા લાગે છે,તેમને પાણીમાં રાખવાનું ટાળો.

તેલ વાપરો

હંમેશા લાકડાના વાસણો ધોઈને તડકામાં સૂકવો તેને સૂકવ્યા પછી તેલથી માલીસ કરો, આમ કરવાથી તે બગડશે નહીં.

સૂકા કપડાનો ઉપયોયગ કરો

લાકડાના વાસણોને વારંવાર પાણીમાં પલાળીને ન રાખવા જોઈએ,તમે તેને સ્પ્રે અથવા સૂકા કપડાથી સાફ કરી શકો છો.

બેક્ટેરિયાથી દૂર રાખો

લાકડાના વાસણો સાફ કરવા માટે હોમમેઇડ સ્પ્રેનો ઉપયોગ કરો,તેને થોડા સમય માટે લાકડા પર છાંટીને રાખો, પછી તેને ટુવાલથી લૂછી લો.

સ્પેટુલા ન રાખો

કડાઈમાં સ્પેટુલા ન રાખો, આના કારણે ચમચો અથવા સ્પેટુલા વધુ આગ અને ગરમીને કારણે ધીમે ધીમે બગડવા લાગે છે.

વાંચતા રહો

જો તમારા ઘરમાં પણ લાકડાના વાસણો છે તો આ રીતે તેની જાળવણી કરો,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લસણને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહિત કરવું