દરેક વર્ષની જેમ જ આ વર્ષો પણ ક્રિસમસની ઉજવણી કરવામા આવશે. ડિસેમ્બર આવવાની સાથે ક્રિસમસની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. જો તમે પણ ક્રિસમસની ઉજવણી કરવાનુ વિચારી રહ્યા છો તો તમે પણ તેની ઉજવણી આ રીતે કરી શકો છો.
ક્રિસમસના દિવસની ઉજવણી કરવા માટે તમે ઘરને સણગાવો. આ માટે તમે ફૂગ્ગા અને ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરી શકો છો.
ઘરને સણગારવા માટે તમે દિવાળીની લાઈટ્સનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચારેબાજુ ઘરમા રોશની આવશે.
જો તમારા છોકરા છે તો તમે તેના માટે ભેટ ખરીદી શકો છો. ભેટને જોઈને તમારા બાળકો ખુશ થઈ જશે.
ક્રિસમસની ઉજવણી કરવા માટે તમે સ્વાદિષ્ટ ખાવાનુ ઘરે જ તૈયાર કરી શકો છો, તથા તમારા ફેવરીટ ફૂડને ઘરે જ ઓર્ડર કરી શકો છો.
ઘરમા બાળકોને ખુશ કરવા માટે તમે ઘરે જ સાંતા ક્લોસના કપડા લાવી શકો છો. તમે આ કપડાને પહેરીને બાળકોને ભેટ આપી શકો છો.
જો તમે તમારા મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરવા માંગો છો તો તમે ફિલ્મ જોઈ શકો છો. આ ઉપરાંત તમે મિત્રો સાથે ડાંસ, ભોજન અથવા સંગિતનો આનંદ લઈ શકો છો.
પરિવાર અને મિત્રો સાથે મસ્તી કરવાની એક અલગ જ મજા છે. જેથી તમે મિત્રો અને પરિવાર સાથે કેરમ, લૂડો, સાંપ સીડી જેવી ગેમ રમી શકો છો.