ઘણી વખત ખોરાકમાં મીઠું વધારે હોવાથી મોટી સમસ્યા થઈ શકે છે, જોકે શાકમાં રહેલા વધારાના મીઠાને સંતુલિત કરવું હોય તો કેટલીક સરળ પદ્ધતિઓ અજમાવી શકો છો.
તમે શાકમાં બાફેલા બટાકા ઉમેરીને પણ મીઠાની માત્રા ઓછી કરી શકો છો.
શાકમાં વધારાના મીઠાને ઓછું કરવા માટે લોટના લૂઆ શાકમાં ઉમેરો, આ ટ્રીક વડે શાકમાં મીઠાની માત્રા ઠીક કરી શકાય છે.
ખારું દૂધવા બની ગયેલા શાકમાં લીંબુનો રસ ઉમેરીને શાકને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
શાકમાં મીઠું વધી ગયું હોય, તો તમે પાણી નાખીને થોડીવાર પકાવી લો, આમ કરાવાથી પણ શાકનો સ્વાદ ઠીક થઈ જાય છે.
વધુ પડતા મીઠા વાળા શાકમાં શેકેલ ચણાનો લોટ ઉમેરીને સ્વાદમાં સુધારો કરી શકો છો.
શાકમાં બે ચમચી દહીં ઉમેરીને પણ મીઠાની માત્રા ઓછી કરી શકાય છે.
શાકમાં તાજી મલાઈ નાખીને પણ શાકમાં ખારાસ ઘટાડી શકાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.