ડુંગળી અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. જેનો રસ તમારા વાળ માટે પણ ગુણકારી રહે છે. આ લેખમાં અમે આપને જણાવીશું કે, વાળમાં ડુંગળીનો રસ કેવી રીતે લગાવવાથી ઝડપથી ફાયદો મેળવી શકાય?
વાળમાં ડુંગળીનો રસ લગાવવો ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં સલ્ફર અને એન્ટી ઑક્સિડેન્ટના ગુણ રહેલા હોય છે. જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. ડુંગળીનો રસ સ્કેલ્પને હેલ્ધી રાખે છે, જેના પરિણામે વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
તમે તમારા વાળમાં ડુંગળીનો રસ ડાયરેક્ટ લગાવી શકો છો. જેને લગાવીને સ્કેલ્પ પર સારી રીતે માલિશ કરો અને પછી થોડા સમય બાદ ધોઈ નાંખો.
દહીમાં વાળને નમી આપવાની સાથે-સાથે સ્કેલ્પને પણ હેલ્ધી રાખે તેવા ગુણ રહેલા હોય છે. ડુંગળીના રસમાં દહી મિક્સ કરીને હેરપેકની જેમ વાળ પર લગાવી શકાય છે. 10 મિનિટ પછી માથું ધોઈ નાંખો.
નારિયેળના તેલને સામાન્ય ગરમ કરીને તેમાં ડુંગળીનો રસ મિક્સ કરવો જોઈએ. સૂતા પહેલા આ મિશ્રિત તેલથી માલિશ કરો અને સવારે વાળ ધોઈ નાંખવા જોઈએ.
ઝડપથી અને સારો ફાયદો જોઈતો હોય, તો સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વખત વાળ પર ડુંગળીનો રસ લગાવવો જોઈએ. જો તમે 2 વખત ડુંગળીનો રસ ના લગાવી શકતા હોવ, તો એક વખત તો અચૂક આ નુસખો અજમાવવો જોઈએ.