દર ત્રણ મહીને ટુથબ્રેશ બદલવું, જાણો શા માટે?


By Smith Taral08, Feb 2024 06:46 PMgujaratijagran.com

તમે તમારુ ટુથબ્રેશ કેટલા સમયે બદલો છો? જો તમે લાંબા સમય સુધી એક જ ટુથબ્રેશ વાપરી રહ્યા હોય તો આજેજ બદલી દેજો એ તમારા મોંના આરોગ્ય માટે સારુ નથી. ચાલો કેટલીક એવી ડેન્ટલ કેર વિશે વાત કરીએ જે તમને જણાવશે કે દાંતની સુરક્ષા કેવી રીતે કરી શકો છો?

બ્રીસ્ટલ ડીટોરીએશન

એક જ ટુથબ્રેશને લાંબા સમય સુધી વાપરવાથી તેની બ્રીસ્ટલ ઘસાઈ જાય છે, જે પછી દાંત માટે અસરકારક રહેતુ નથી. આ માટે તમારે દર ત્રણથી ચાર મહીને ટુથબ્રેશ બદલવું જોઈએ જે તમારા દાંતને વ્યવસ્થિત રીતે સાફ કરશે.

બેક્ટેરીયામાં વધારો

ભીની જગ્યાએ બેક્ટેરીયાની સંખ્યા ઝડપથી વધે છે, ખાસ કરીને ટુથબ્રશમાં, માટે સમયસર ટુથબ્રશ બદલી લેવું જોઈએ. લાંબા સમય સુધી એક જ ટુથબ્રશ વાપરવાથી તમને ઓરલ ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે.

બ્રીસ્ટલનુ વળી જવું

ટુથબ્રશના બ્રીસ્ટલના વળી જવાથી તે અસરકારક રહેતુ નથી અને તેનાથી દાંત સંપૂર્ણ રીતે સાફ થતા નથી. જો તમને લાગે કે હવે તમારુ ટુથબ્રશ હવે પહેલાની જેમ દાંત સાફ નથી કરી શકતું ત્યારેજ તેને બદલી નાખો, આ કરવાથી તમે તમારા ઓરલ હોઈજનને સુધારી શકો છો.

You may also like

જો તમને દાંતમાં કેવીટીની તકલીફ છે તો આ ઘરેલું ઉપચાર અપનાવો

પીળા દાંત સફેદ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો

દર ત્રણ મહીને

અસરકારક પરિણામ અને સારા ઓરલ હાઈજીન માટે ટુથબ્રશને દર ત્રણ મહીને બદલી લેવુ હીતાવહ છે. આને તમારી આદત બનાવી લો જે તમારી દાંતના વેલ-બીંગ માટે ફાયદાકારક રહેશે.

ઈલેક્ટ્રીક ટુથબ્રશ

જો તમે ઈલેક્ટ્રીક ટુથબ્રશ વાપરી રહ્યા હોય તો તેને પણ દર ત્રણ-ચાર મહીને બદલી લેવું જોઈએ.

બાળકોનુ ટુથબ્રશ

બાળકોનુ ટુથબ્રશની લાઈફ ઓછી હોય છે કારણ કે તે ઝડપથી ઘસાય છે તેથી તેને સમયસર બદલવું જરૂરી છે. સાથે એ વસ્તુનુ પણ ધ્યાન રાખવું તે તમારા બાળકનું ટુથબ્રશ સાફ છે કે નહીં.

ઓરલ હેલ્થ રૂટીન

તમારા ઓરલ હેલ્થ રૂટીનમા નિયમીત બ્રશીંગ, ફ્લોસિંગ અને ડેન્ટલ ચેક-અપ નો સમાવેશ કરો. સારી અને સ્વસ્થ ડેન્ટલ કેર માટે સમયસર ટુથબ્રશ બદલતા રહો.

ફ્રુટ ચાટ ખાવો શા માટે હેલ્ધી છે?