શરીરને ફિટ રાખવા માટે દિવસમાં કેટલા કલાક એક્સરસાઇઝ કરવી જરૂરી છે? ચાલો જાણીએ


By Vanraj Dabhi01, Dec 2023 02:43 PMgujaratijagran.com

દિવસમાં કેટલા કલાક એક્સરસાઇઝ કરવી જરૂરી છે?

ફિટ અને હેલ્ધી રહેવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે પરંતુ આ તકે આપણા મનમાં સવાલ આવે છે કે દિવસમાં કેટલી એક્સરસાઇઝ આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે જેથી આપણા શરીરને કોઈ નુકસાન ન થાય. આવો જાણાએ કે તમે દિવસમાં કેટલા કલાક એક્સરસાઇઝ કરી શકો છો.

કેટલી એક્સરસાઇઝ કરવી

એક સંશોધન મુજબ અઠવાડિયામાં 150 થી 200 મિનિટની હળવી એક્સરસાઇઝ અથવા 75 થી 150 મિનિટની હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ કરી શકાય છે.

ખેલાડીઓ માટે એક્સરસાઇઝ

જે ખેલાડી અથવા રમતવીર છે તેઓએ દિવસમાં કેટલાંક કલાકો સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

એક્સરસાઇઝ કરવાના ફાયદા

એક સંશોધન મુજબ એક્સરસાઇઝ કરવાથી શારીરિક અને માનસિક બંને ફાયદા થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક એક્સરસાઇઝ કરવાથી મગજ સેરોટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન કરે છે જેને હેપ્પી હોર્મોન કહેવાય છે.

હૃદય માટે ફાયદાકારક

દરરોજ એક્સરસાઇઝ કરવાથી હૃદય સંબંધિત તમામ બીમારીઓ દૂર થઈ શકે છે. આ સિવાય એક્સરસાઇઝ કરવાથી તમારો મૂડ પણ સુધરે છે.

મેટાબોલિઝમ વધારે

દરરોજ એક્સરસાઇઝ કરવાથી મેટાબોલિઝમ ઝડપથી વધે છે અને વજન પણ કંટ્રોલ થવા લાગે છે. તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

એક્સરસાઇઝ કરવાના ગેરફાયદા

ખૂબ લાંબો સમય વ્યાયામ કરવાથી કે વધુ પડતી શારીરિક મહેનત કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. આ તકે જો તમે રોગોથી પીડિત છો તો ઓછી એક્સરસાઇઝ કરો.

અતિશય એક્સરસાઇઝના લક્ષણો

વધુ પડતી એક્સરસાઇઝને કારણે શરીરમાં પાણીની ઉણપ, નબળા હાડકાં, ખરાબ મૂડ, પગમાં ખેંચાણ વગેરે જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે.

વાંચતા રહો

તમારે એ પણ જાણવું જોઈએ કે દિવસમાં કેટલા કલાકની એક્સરસાઇઝ શરીર માટે જરૂરી છે, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે દાદી-નાનીના આ ઘરગથ્થું નુસખા અજમાવો