શિયાળામાં દરરોજ પિસ્તા ખાતા હોય છીએ, પરતું શું તમે જાણો છો કે કેટલા અને ક્યારે ખાવા જોઈએ? ચાલો નિષ્ણાત પાસેથી જાણીએ.
પિસ્તા ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા જ હેલ્ધી પણ હોય છે. પિસ્તા ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે.
પિસ્તામાં ફાઈબર, વિટામિન સી, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને કોપર જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.
ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, શિયાળામાં પિસ્તા રોજ સવારે કે સાંજે માત્ર 10 થી 15 પિસ્તા ખાવા જોઈએ.
પિસ્તામાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે ખાવાથી એનિમિયાની સમસ્યા દૂર રહે છે. રોજ પિસ્તા ખાવાથી શરીરમાં લોહી વધે છે.
પિસ્તામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે. તેનાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
પિસ્તામાં વિટામિન ઇ સારી માત્રામાં જોવા મળે છે, જે ત્વચા અને વાળની શુષ્કતા ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓ પિસ્તા ખાઈ શકે છે. આ બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે.