તાવ, માથા કે શરીરનો દુખાવો થવા પર મોટાભાગના લોકો કંઈ પણ વિચાર્યા વિના પેરાસિટામોલની ગોળી ગળી લેતા હોય છે. જે એક સામાન્ય પેઈન કિલર દવા છે, જેનો વધુ પડતો ઉપયોગ કરવાથી લિવર ડેમેજ થઈ શકે છે. તો ચાલો આ સબંધે લિવર ટ્રાન્સપ્લાન્ટ એક્સપર્ટ ડૉ. હર્ષ કપૂર પાસેથી જાણીએ એક દિવસમાં કેટલી પેરાસિટામોલ ખાવી જોઈએ...
સ્કૉટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં પેરાસિટોમોલ પર રિસર્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં સામે આવ્યું કે, વધુ પ્રમાણમાં આ દવાનો ઉપયોગ લિવરને નુકસાન પહોંચાડી શકાય છે. રિસર્ચમાં ઉંદર પર કરવામાં આવેલા ટ્રાયલમાં જોવા મળ્યું કે, વધુ પડતાં પેરાસિટોમોલના ડોઝ લેવાથી તેના લિવરના સેલ્સ પ્રભાવિત થયા, જેનાથી તેની કાર્યક્ષમતા પર વિપરિત અસર થાય છે.
પેરાસિટામોલ ખુદ લિવરને નુકસાન નથી પહોંચાડતું, પરંતુ તેને તૂટવાથી બનતા તત્વ NAPQI લિવરના સેલ્સને નબળા પાડી દેતા હોય છે. આ તત્વ લિવરની કાર્યક્ષમતાને અવરોધે છે અને શરીરની ડિટૉક્સિફિકેશન સિસ્ટમને અસર કરી શકે છે. જો શરીરમાં આ તત્વનું પ્રમાણ વધી જાય, તો લિવર ડેમેજ અને ઓર્ગન ફેઈલ્યોરનો ખતરો પણ વધી જાય છે.
જે લોકોનું લિવર પહેલાથી જ નબળું છે અથવા તો જે લોકો પહેલાથી જ લિવર સબંધિત કોઈ બીમારીથી પીડિત છે, તો તેમના માટે પેરાસિટામોલનો નાનો ડોઝ પણ નુકસાનદાયક નીવડી શકે છે. લિવર નબળું થવા પર શરીર આ દવાને યોગ્ય રીતે તોડી નથી શકતું, જેનાથી તે શરીરમાં જમા થઈને ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી જરૂરિયાત વિના પેરાસિટામોલ લેતા હોય, તો તેનાથી થાક, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત હાઈ બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અને સ્ટ્રોક પણ ખતરો વધી જાય છે.
મોટાભાગે પેરાસિટામોલનો ઉપયોગ માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, પીરિયડ્સ પેઈન, મશલ્સ પેઈન અને શરદી-ઉધરસમાં થતાં દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. જેના માટે આ અસરકારક દવા છે, પરંતુ તેને જરૂર કરતા વધારે લેવાથી તે ફાયદાની જગ્યાએ વધારે નુકસાન પહોંચાડે છે.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, તબીબની સલાહના 24 કલાકમાં 8થી વધુ ટેબલેટ ના લેવી જોઈએ. જો જરૂરિયાત કરતાં વધારે પેરાસિટામોલ લેવામાં આવે, તો શરીર પર તેની ખરાબ અસર થઈ શકે છે.જેમાં ઝાડા, ઉલ્ટી, પેટમાં દુખાવો જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ.
જો કોઈ વ્યક્તિને પહેલાથી લિવરની કોઈ બીમારી, કમળો કે કિડની સાથે સંકળાયેલી સમસ્યા હોય, તો તેમણે પેરાસિટામોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આવા લોકો માટે પેરાસિટામોલનો એક નાનો ડોઝ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.