Drink Water: વર્કઆઉટના તરત બાદ પાણી પીવું જોઈએ કે કેમ?


By Sanket M Parekh31, Oct 2024 03:41 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

હેલ્ધી રહેવા માટે દરરોજ એક્સરસાઈઝ કે યોગ કરવા જરૂરી છે. એવામાં લોકો તરસ લાગતા વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવે છે. જેને લઈને લખનઉના ફિટનેસ એક્સપર્ટ પાયલ અસ્થાનાએ વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવું જોઈએ કે કેમ અને જો હા તો કેટલું પીવું જોઈએ? તેના વિશે જવાબ આપ્યો છે.

શું પાણી પીવું જોઈએ?

વર્કઆઉટ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે. જેને બેલેન્સ કરવા માટે લોકો તરત જ પાણી પી લેતા હોય છે. જો કે તમારે આમ ના કરવું જોઈએ.જો તમે વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવો છો, તેનાથી શરીરમાં દુખાવો થઈ શકે છે.

કેટલા સમય બાદ પાણી પીવું?

વર્કઆઉટના તરત બાદ પાણી પીવાની જગ્યાએ તમે એક્સરસાઈઝ કર્યાના 30 થી 40 મિનિટ બાદ પાણી પી શકો છો. જેનાથી શરીરનું તાપમાન નોર્મલ થઈ જાય છે અને કોઈ ગંભીર સમસ્યા નથી થતી. તો ચાલો તેનાથી થતા ફાયદા વિશે જાણીએ..

ડિહાઈડ્રેશનથી બચાવશે

જો તમે વર્કઆઉટના 30 મિનિટ બાદ પાણી પીવો છો, તો શરીર શાંત થઈ જાય છે. આ સાથે જ એક્સરસાઈઝ બાદ પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. જેથી શરીરને અનેક સમસ્યાથી બચાવી શકાય છે.

મસલ્સ નથી જકડાતા

એક્સરસાઈઝની 30 મિનિટ બાદ પાણી પીવાથી શરીરના મસલ્સ જકડાઈ જવાની સમસ્યા નથી થતી. જેનાથી શરીરને અનેક ગંભીર ઈજાથી બચાવી શકાય છે.

ચક્કર નથી આવતા

અનેક લોકોને એક્સરસાઈઝ બાદ ચક્કર આવવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો તમારે પાણી પીવું જોઈએ. જેનાથી ચક્કર નહીં આવે.

Health Benefits: શક્કરિયા ખાવાથી કયો રોગ મટે છે?