Lung Disease: ફેફસા કાળા કેમ પડી જાય છે, લાઈલાજ બીમારીનો ખતરો કોને સૌથી વધુ?


By Sanket M Parekh24, May 2025 04:06 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

બ્લેક લંગ ડિસીઝ એક ગંભીર ફેફસાની બીમારી છે, જે કોલસાની ધૂળના સતત સંપર્કમાં આવવાના કારણે થતી હોય છે. જેને કોલ વર્કર્સ ન્યૂમોકોનિયોસિસ (CWP) પણ કહેવામાં આવે છે. તો ચાલો સીનિયર ફિજિશિયન ડૉ. સમીર પાસેથી આ બીમારીનું કારણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીએ

બીમારી કેવી રીતે થાય?

કોલસાની ધૂળ શ્વાસ થકી ફેફસામાં જમા થાય છે. સમય જતાં સોજો આવવા સાથે સ્કાર ટિશ્યૂ બને છે. જેના પરિણામે ફેફસાની કાર્યક્ષમતા ઘટવા લાગે છે.

બ્લેક લંગ ડિસીઝના પ્રકાર

બ્લેક લંગ ડિસીઝ સિમ્પલ અને કોમ્પ્લિકેટેડ એમ બે પ્રકારના હોય છે. સિમ્પલ સ્થિતિમાં નુકસાન ઓછું થાય છે. જ્યારે કોમ્પ્લિકેટેડમાં ફેફસાને ગંભીર અને કાયમી નુકસાન પહોંચે છે.

શરૂઆતના લક્ષણો

શરૂઆતમાં વ્યક્તિનું શરીર જકડાઈ જાય, શ્વાસ લેવામાં સમસ્યા અને સૂકી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. જે ધીમે-ધીમે વધવા લાગે છે.

ગંભીર લક્ષણ

ગંભીર સ્થિતિમાં મોંઢા વાટે કાળા રંગનું થૂંક, શરીર ભારે લાગવું, બળતરા, ફેફસામાં સોજા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ સાથે જ શ્વાસ ચડવા લાગે છે.

કારણ શું હોય?

કોલસાની ખાણમાં પ્રદૂષિત વાતાવરણ અને સતત ધૂળના સંપર્કમાં રહેવું, કોઈ સેફ્ટી ટૂલ્સ વિના કામ કરવું આ બીમારીનું મુખ્ય કારણ છે.

તપાસ કેવી રીતે થાય?

ડૉક્ટર છાતીનો એક્સ-રે, CT સ્કેન અને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરે છે, જેનાથી ફેફસાની સ્થિતિ અને બીમારીની ગંભીરતા વિશે ખ્યાલ આવી શકે છે.

સારવાર શું છે?

આ બીમારીનો કોઈ કાયમી ઈલાજ નથી, પરંતુ તેના લક્ષણોને કંટ્રોલમાં કરી શકાય છે. ગંભીર કેસોમાં ઈન્હેલર, દવાઓ અને લંગ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવે છે.

કેવી રીતે બચવું?

કોલસાની ઉડતી ધૂળથી બચવાનું રાખો. માસ્ક પહેરો અને સમયાંતરે મેડિકલ ટેસ્ટ કરાવતા રહો. આ સાથે જ સ્મોકિંગ છોડી દો અને શુદ્ધ હવામાં સમય વીતાવવો જરૂરી છે.

જો તમે આ રીતે કિસમિસ ખાશો તો, કોલેજન ઝડપથી વધશે