નિષ્ણાતોના મતે કેળાની છાલમાં ફાઈબર, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્ત્વ રહેલા છે, જે આપણા શરીર માટે લાભદાયક છે.
કેળામાં જોવા મળતા મુખ્ય પોષક તત્વોમાં વિટામીન B6, વિટામીન C, ફાઈબર અને પોટેશિયમનો સમાવેશ થાય છે
કેળામાં ભળી જાય તેવા ફાઈબર હોય છે, જે પાચનને વધારે સારું કરવામાં મદદ કરે છે અને કબજીયાત જેની સમસ્યા દૂર કરે છે.
કેળા તરત જ ઊર્જા આપે છે. તેને લીધે તેને એથ્લીટીસ અને વ્યાયામ કરનારા પોતાના ડાયટમાં સામેલ કરે છે
કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને લગતી બીમારીથી બચાવે છે.