ઓફિસ સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરવું ? જાણી લો


By Vanraj Dabhi14, Oct 2024 12:10 PMgujaratijagran.com

ઓફિસ સ્ટ્રેસ

કોપોરેટ જોબમાં 9 થી 5 કોઈને પસંદ નથી. અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતે લઈને તનાવમાં રહે છે, તો ચાલો જાણીએ તેનાથી બચવા ના ઉપાયો.

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરો

જો તમારે સ્ટ્રેસની સમસ્યાથી બચવું હોય તો પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને અલગ રાખવી જોઈએ. તમારે કયારેય ઓફિસનું કામ ઘરે ન લેવું જોઈએ અને પરિવારને સમય આપવો જોઈએ.

તમારા માટે સમય કાઢો

કામની વચ્ચે તમારા માટે સમય કાઢીને આ દરમિયાન તમે ત્વચાની સંભાળ અને તમારા શોખ પર ધ્યાન આપો આનાથી માનસિક સ્વાસ્થ્યને ફાયદો થશે.

ટૂંકા વિરામ લો

તણાવથી બચવા માટે તમારે કામની વચ્ચે થોડો વિરામ લેવો જોઈએ. આનાથી મગજ અને શરીરને ઘણા ફાયદા થઈ શકે છે.

સકારાત્મક વિચાર રાખો

તમારે તમારી આજુ બાજુ સકારાત્મક વાતાવરણ બનાવી રાખો. તેનાથી તમને અને તમારા સાથીદારો ને પણ સારું લાગશે.

જમવાનું ચૂકશો નહીં

તમારે કયારેય લંચ કરવાનું ચૂકવું ન જોઈએ. આનાથી નબળાઈ અને માથાનો દુખાવો થઈ શકે છે.

ધ્યાન કરો

જો તમને વધુ પડતો તણાવ અને માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો થોડો સમય ધ્યાન કરવું જોઈએ તેનાથી રાહત થઈ શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાત્રે બલ્બ પાસે જંતુઓ ભેગા થાય છે? અજમાવો આ ઉપાય