ઘણી વખત પાન-મસાલા અને ગુટકા ખાવાના કારણે આપણાં દાંત પણ પીળા પડી જતા હોય છે. પીળા દાંત માત્ર આપણા સ્મિતને જ નહીં, પરંતુ આપણા આત્મવિશ્વાસને પણ અસર કરે છે.
આજે આ લેખમાં અમે આપને દાંતની અંદરની પીળાશ સાફ કરવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા વિશે જણાવીશું. જે અજમાવવાથી તમારા દાંત પહેલા જેવા સફેદ થઈ જશે.
દાંતોમાં જામેલી આ ગંદકી દૂર કરવા માટે તમે લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચપટી બેકિંગ સોડામાં બે-ત્રણ ટીપા લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ટૂથ બ્રશની મદદથી દાંતો પર ઘસો અને પાંચેક મિનિટ પછી કોગળા કરી દો.
આ માટે તમે 2-3 ટીપા સરસિયામાં ચપટી મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને આંગળીની મદદથી હળવા હાથે દાંત પર ઘસો. આમ કરવાથી દાંત પર જામેલ પીળાશ દૂર થઈ જશે અને પેઢા પણ મજબૂત બનશે.
દાંતને ચમકાવવા માટે દરરોજ સવારે એક ચમચી નારિયેળના તેલને મોંઢામાં મૂકીને 5-10 મિનિટ સુધી ફેરવવું જોઈએ, જે બાદ કોગળો કરીને બ્રશ કરવું જોઈએ. આ નુસખાથી પણ દાંતની ગંદગી દૂર કરવામાં અને તેને ચમકાવવામાં મદદ મળે છે.
સફરજન, ગાજર અને ખીરા કાકડી નેચરલ બ્રશની માફક કામ કરે છે. જે આપણા દાંતની અંદરથી સફાઈ કરે છે અને તેની પીળાશ દૂર કરીને મોતીના દાણાં જેમ ચમકાવે છે.
દાંતને મોતીના દાણાં જેવા સફેદ બનાવવા માટે અડધી ચમચી હળદરમાં બે-ત્રણ ટીપા નારિયેળનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી જોઈએ. જે બાદ આ પેસ્ટને બ્રશની મદદથી દાંત પર ઘસીને પાંચેક મિનિટ બાદ કોગળો કરી લેવો જોઈએ.