ચહેરા પરથી ડાર્ક સર્કલ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ, થોડા દિવસમાં જ દેખાશે ફર્ક


By Sanket M Parekh11, Oct 2023 04:20 PMgujaratijagran.com

ડાર્ક સર્કલ્સ

આજના સમયમાં ડાર્ક સર્કલ્સ એક મોટી સમસ્યા થઈ ગઈ છે. તો ચાલો જાણીએ, તેને દૂર કરવા માટે કઈ ટિપ્સ અપનાવવી જોઈએ.

લાઈફસ્ટાઈલમાં બદલાવ

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવના કારણે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા થવા લાગે છે. આ માટે બની શકે, તો ચહેરાને તડકાથી બચાવવો જોઈએ.

ટિપ્સ

હંમેશા લોકોની આંખોની નીચે કાળા નિશાન પડવા લાગે છે. જેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ અજમાવવી જોઈએ.

પૂરતી ઊંઘ લેવી

આજના સમયમાં લોકો પૂરતી ઊંઘ નથી લઈ શકતા. જેના કારણે ડાર્ક સર્કલ્સ થવા લાગે છે. જેનાથી બચવા માટે 7-8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

એલર્જીથી બચવું

એલર્જીની સમસ્યા થવા પર ડાર્ક સર્કલ્સ થવા લાગે છે. એલર્જીથી બચીને ડાર્ક સર્કલ્સ દૂર કરી શકાય છે.

બદામનું તેલ

આ તેલમાં વિટામિન-ઈ મળી આવે છે. જેને આંખની નીચે લગાવીને માલિશ કરવાથી ડાર્ક સર્કલ્સ દૂર કરી શકાય છે.

વધારે પાણી પીવું

પાણીની કમી થવા પર પણ શરીરમાં અનેક પ્રકારની બીમારી થવા લાગે છે. જ્યારે ડાર્ક સર્કલની સમસ્યાથી બચવા માટે દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ગુલાબજળ

ગુલાબ જળ સ્કિનને ઠંડક પુરી પાડે છે. જેને આંખ પર 10-15 મિનિટ સુધી લગાવીને રાખવાથી ડાર્ક સર્કલ્સ દૂર થવા લાગે છે. આ ઉપરાંત તે આંખની નજીકના સોજાને ઓછા કરવામાં પણ મદદ કરે છે.

શું તમને ખબર છે મૌન વ્રત રાખવાથી આ 6 અદ્ભુત સ્વાસ્થ્ય લાભ મળે છે, આવો જાણીએ