જાણો પપૈયાનો રસ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે?


By Bhavesh Chaudhary05, Sep 2024 02:34 PMgujaratijagran.com

પપૈયાનો રસ

પપૈયામાં એન્ટી-ઓકિસડન્ટ્સ, વિટામિન A, આયર્ન તેમજ કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેથી તેના રસનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે.

નિષ્ણાંત અભિપ્રાય

તમારે સ્વાસ્થ્ય માટે દરરોજ પપૈયાના રસનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ નિષ્ણાંત ડાયેટિશિયન શું કહી રહ્યા છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

પપૈયાનો ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પપૈયાનો રસ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.  

એનર્જી મળશે

પપૈયાના રસનું સેવન કરવાથી શરીરમાંથી થાક અને નબળાઈ દૂર થાય છે અને તરત એનર્જી મળે છે.

સ્વસ્થ ત્વચા

પપૈયામાં વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી આવતા હોવાથી તે ત્વચાને સ્વસ્થ અને યુવાન બનાવવા માટે મદદરૂપ થાય છે.

પિરિયડના દુખાવામાંથી રાહત

પીરિયડ્સ દરમિયાન દુખાવાથી રાહત મેળવવા માટે તમારે પપૈયાનો રસ પીવો જોઈએ.

પાચનશક્તિ વધારવા ઉપયોગી

પપૈયાનો રસમાં ફાઈબર મળી આવે છે જે કબજિયાત અને અપચોથી રાહત અપાવે છે.

પપૈયાનો રસ ક્યારે પીવો?

તમે દરરોજ સવારે ખાલી પેટ પપૈયાનો રસ પી શકો છો. જેનાથી વધુ ફાયદો મળી શકે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Turmeric Benefits: રોજ હળદરનું પાણી પીવાથી શું ફાયદા થાય છે?