Honeymoon Spot: મેઘાલયમાં હનીમૂન માટેના શ્રેષ્ઠ ફરવા લાયક સ્થળો વિશે જાણો


By Dimpal Goyal03, Sep 2025 03:09 PMgujaratijagran.com

હનીમૂન માટેના સ્થળ

મેઘાલય એક ખૂબ જ સુંદર રાજ્ય છે, જ્યાં તમે કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણી શકો છો.ચાલો આજે મેઘાલયમાં હનીમૂન  મનાવવા માટે 7 સૌથી સુંદર સ્થળો વિશે જાણીએ, જ્યાં તમે પણ આયોજન કરી શકો છો.

શિલોંગ

શિલોંગ મેઘાલય રાજ્યની રાજધાની છે.જ્યાં લીલીછમ ટેકરીઓ,સુંદર વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે.

ચેરાપુંજી

ચેરાપુંજી સુંદર ધોધ,ગુફાઓ અને અન્ય કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.ત્યાં તમે તમારા જીવનસાથી સાથે અદ્ભુત હવામાનનો આનંદ માણી શકો છો.

માવલીનોંગ

મેઘાલયનું આ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ અને સુઘડ ગામ છે.ત્યાંની હરિયાળી,શાંત વાતાવરણ અને રીતભાત ખૂબ જ આકર્ષક છે.તમે તમારા જીવનસાથી સાથે ત્યાં પણ જઇ શકો છો.

દાવકી

દાવકી મેઘાલયનું સૌથી આકર્ષક સ્થળ છે.જ્યાં તમે પારદર્શક ઉમાંગોટ નદી જોઈ શકો છો.આ નદી એટલી સ્વચ્છ છે કે તેની સપાટી સ્પષ્ટ દેખાય છે. તમે આ નદીમાં તમારા જીવનસાથી સાથે બોટિંગનો આનંદ માણી શકો છો.

જોવાઈ

જોવાઈ મેઘાલય રાજ્યમાં આવેલું એક શહેર છે,જે પશ્ચિમ જયંતિયા હિલ્સ પર આવેલું છે.ત્યાંના કુદરતી ધોધ,તળાવ,સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જોવા લાયક છે.આ સ્થળ હનીમૂન માટે શ્રેષ્ઠ છે.

લેટલમ કેન્યોન

લેટલમ કેન્યોન મેઘાલયના ખાસી હિલ્સમાં છે,જે ત્યાંનું મુખ્ય આકર્ષણ છે.ત્યાંની ટેકરીઓ,ખીણો અને ધુમ્મસવાળું વાતાવરણ પ્રવાસીઓના દિલ જીતી લે છે.આ સ્થળે લોકો ટ્રેકિંગ માટે જાય છે.

નોહશાંગથિયાંગ વોટરફોલ

આ ધોધ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના માવસાઈ ગામમાં સ્થિત છે,જ્યાં તમે સાત ભાગોમાં વિભાજિત ધોધ જોઈ શકો છો.આ ધોધને સેવન સિસ્ટર ફોલ્સ કહેવામાં આવે છે.

વાંચતા રહો

તમે તમારા જીવનસાથી સાથે મેઘાલયના આ સુંદર સ્થળોની મુલાકાત કરી શકો છો.આવી વધુ માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ પર ક્લિક કરો.

ચોમાસામાં ફરવા જવાનો પ્લાન છે? આ 5 જગ્યાઓની લઈ શકો છો મુલાકાત