નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ડ્રિંક્સ પીવો, તમારી શરીરને હાઈડ્રેટ રાખશે


By Vanraj Dabhi17, Oct 2023 04:09 PMgujaratijagran.com

શરીરને હાઇડ્રેટ રાખો

નવરાત્રીના તહેવાર દરમિયાન મોટાભાગના લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન હાઈડ્રેટ રહેવા માટે શું પીવું જોઈએ?

સંતરાનું જ્યુસ

વિટામિન Cથી ભરપૂર સંતરા ખાવાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. તમે તેનું જ્યુસ બનાવીને ઉપવાસ દરમિયાન લઈ શકો છો. તેનાથી શરીરને એનર્જી તો મળશે જ પરંતુ ડિહાઇડ્રેશનની સમસ્યા પણ દૂર થશે.

નાળિયેર પાણી

વિટામિન C, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર વગેરે તત્વોથી ભરપૂર નારિયેળનું પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીરમાં પાણીની કમી નથી થતી.

લીંબુ પાણી

લીંબુ પાણી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. ઉપવાસ દરમિયાન તમે તેમાં ખાંડ ઉમેરીને તેને શરબત તરીકે પણ લઈ શકો છો, તેનાથી નબળાઈની સમસ્યાથી રાહત મળશે.

તરબૂચનું જ્યુસ

તરબૂચનું જ્યુસ શરીરને હાઇડ્રેટ રાખે છે. વાસ્તવમાં તેમાં રહેલા પોષક તત્વો પાણીની ઉણપને પૂરી કરવા ઉપરાંત એનર્જી આપવામાં મદદરૂપ થાય છે.

દાડમનું જ્યુસ

ઉપવાસ દરમિયાન શરીરમાં ડીહાઈડ્રેશન ન થાય તે માટે તમે દાડમનું જ્યુસ પણ પી શકો છો. આનાથી ન માત્ર શરીર હાઈડ્રેટ રહેશે પરંતુ નબળાઈની સમસ્યા પણ દૂર થશે.

બનાના શેક

તમે કેળામાં ડ્રાય ફ્રૂટ્સ અને દૂધ મિક્સ કરીને શેક બનાવી શકો છો. ઉપવાસ દરમિયાન તેને પીવાથી ન માત્ર શરીર હાઇડ્રેટ રહે છે પરંતુ સંપૂર્ણ પોષણ મળે છે અને પેટ પણ ભરેલું રહે છે.

અન્ય ટીપ્સ

આ બધા સિવાય તમે પાઈનેપલ જ્યુસ, કાકડીનો જ્યુસ અથવા કાકડી સાથે ફ્રુટ્સ મિક્સ કરીને સલાડની જેમ ખાઈ શકો છો. તેમજ પુષ્કળ પાણી પીવાનું રાખો.

વાંચતા રહો

જો તમે પણ નવરાત્રીનું વ્રત રાખો છો તો આ વાતોનું ધ્યાન રાખો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરમાં પડેલી જૂની ડોલને ફેંકી દેવાને બદલે તેનો આ રીતે ફરી ઉપયોગ કરો