ડેન્ડ્રફ થશે દૂર અપનાવો આ 5 ઘરગથ્થુ ઉપચાર


By Smith Taral10, Mar 2024 11:34 AMgujaratijagran.com

ડેન્ડ્રફ આજકાલ ઘણી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે જે માથામાં ખંજવાળ અને અન્ય સમસ્યા લાવી શકે છે. આ આજે આપણે જાણીશું કેટલાક ઘરગથ્થુ ઉપચાર જે બિનખર્ચાળ અને કુદરતી છે

નાળિયેર તેલ

નાળિયેર તેલ તમારા સ્કાલ્પને પોષકત્વો પૂરા પાડે છે, અને ડ્રાયનેસને દૂર કરે છે. આ માટે તમે નાળિયેર તેલને લીંબુના રસ સાથે મિક્સ કરી સ્કાલ્પ પર લગાવો, આ ત્વચાના પીએચ લેવલને જાળવવામાં પણ મદદ કરે છે.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર એ ડેન્ડ્રફ માટેના ઘણો સારો કુદરતી ઉપાય છે, આ તમારા સ્કાલ્પના ડેડ સેલ્સને દૂર કરે છે, અને તમને સ્કીન ઈન્ફેક્શનથી બચાવે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે, આના ઉપયોગ સ્કાલ્પથી ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ મળે છે.. આને તેમે ઇંડા અથવા લીંબુના રસ સાથે મિક્સ કરી તેને પેસ્ટને અઠવાડિયામાં એકવાર માસ્ક લગાવી શકો છો.

દહીં

દહીંમાં લેક્ટિક એસિડ અને પ્રોબાયોટીક્સ હોય છે, જે તમારી સ્કાલ્પને નોરીશ કરે છે, દહીં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા પણ નથી રહેતી

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલ તમારા સ્કાલ્પને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરે છે અને ડ્રાયનેસ દૂર કરે છે. આની માટે લીંબુનો રસ અથવા એપલ સાઇડર વિનેગર સાથે ઓલિવ ઓઇલ મિક્સ કરીને હેર માસ્ક બનાવીને સ્કાલ્પ પર લગાવો.

ઘીના બે ટીપા નાકમાં નાખવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે, જાણી લો