ચહેરાનો ગ્લો વધારશે આ ફેસપેક, બસ આવી રીતે ઉપયોગ કરવાથી થોડા દિવસમાં ફરક દેખાશે


By Sanket M Parekh21, Oct 2023 04:25 PMgujaratijagran.com

ચોખા અને લોટ

ચહેરાનો ગ્લો વધારવા માટે ચોખા, લોટ અને મધના મિશ્રમથી બનેલ ફેસ પેકનો ઉપયોગ કરો. જે ચહેરાનો ગ્લો વધારવા સાથે સ્કિન પરથી બ્લેકહેડ્સ દૂર કરે છે.

કેવી રીતે બનાવશો

એક ચમચી લોટમાં ઑટ્સ પાવડરને મિક્સ કરો. આ સાથે તેમાં એક ચમચી મધ અને દૂધ મિક્સ કરી દો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.

એલોવેરા

એલોવેરા ચહેરા માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેનો ફેસપેક ચહેરા પરથી પિગમેન્ટેશન અને ડાઘ-ધબ્બા દૂર કરે છે. ફેસ પર તેને લગાવવાથી સ્કિન મુલાયમ અને ચમકદાર બને છે.

કેવી રીતે બનાવશો?

એલોવેરા જેલમાં એક ચમચી લીંબુના રસને સારી રીતે મિક્સ કરી દો. જે બાદ તેને ચહેરા પર લગાવી દો અને ડ્રાય થયા બાદ ધોઈ લો. જેનાથી ચહેરા પર નિખાર આવી જશે.

પપૈયા અને દૂધ

પપૈયુ સ્વાસ્થ્યની સાથે-સાથે ચહેરાને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પપૈયા ત્વચાને એક્સફોલિએટ કરીને ચહેરાથી એક્સ્ટ્રા ઑઈલને નિકાળે છે. આ સાથે જ તે ચહેરા પરથી ખીલ, કરચલીની સમસ્યાને પણ દૂર કરે છે.

કેવી રીતે બનાવશો

વાટકીમાં બે ચમચી પપૈયાનો પલ્પ લો. જેમાં 3 ચમચી કાચુ દૂધ મિક્સ કરો. હવે બન્નેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

દિવાળી પહેલા ગંદા સોફા અને વાસણો ક્લિન કરવા માટે આ સરળ ટિપ્સ અજમાવો