શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા દરેક લોકોને રહેતી હોય છે તેથી બજારમાં મળતી અનેક દવાઓ લેવાને બદલે તમે આ ઘરેલું ઉપચારની મદદથી શરદી ઉધરસની સમસ્યાથી છુંટકારો મેળવી શકો છો.
આદુ,પાણી,ગોળ કે ખાંડ,ઘી,મીઠું,ચાટ મસાલો,ખાડનો પાવડર.
સૌ પ્રથમ એક ગેસબર્નર પર આદુનો ગાંઠિયાને શેકીને પાણીથી ધોઈને તેની છાલ ઉતારી લો.
હવે તેના નાના ટુકડા કરીને મિક્સર જારમાં નાખીને જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લો.
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન મૂકો અને તેમાં તૈયાર થયેલ પેસ્ટ,ગોળ કે ખાંડ,ઘી,ચાટ મસાલો અને નમક ઉમેરીને મિક્સ કરો.
હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી હાથથી નાની-નાની ગોળી બનાવીને ખાંડના પાવડરમાં ગાર્નિશ કરી લો.
તૈયાર છે આપણી જીંજર કેન્ડી, તમે તેને લાંબા સમય સુધી કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.